Vadodara

સગીરા પર દુષ્કર્મ ગુજારવા મુદ્દે વિધર્મી યુવકને 5 વર્ષની સજા

સાવલી : અઢી વર્ષ અગાઉ વાઘોડિયા તાલુકાના  સગીર બાળાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ઘરેથી ભગાડી જઇ વારંવાર દુષ્કર્મ કરતાં વાઘોડિયા પોલીસ મથકે સગીર બાળાને ભગાડી જઇ તેમજ શારીરિક સંભોગ કરવાના ગુનામાં પોસ્કો ગુના હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. તારીખ 11-11-2019 ના રોજ આમલીપુરા ગામની સીમમાંથી બંને પકડાઈ ગયા હતા. આ કેસ સાવલી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલતાં સરકારી વકીલ સી.જી. પટેલની રજુઆતો અને દલીલો સાથે આધાર પુરાવા રજુ કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે. કાનાનીએ આરોપી મોઈન ખાન નજરમાં મદદ મકરાણીને કસૂરવાર ઠેરાવી ઈપીકો કલમ 363 હેઠળ ત્રણ વર્ષની સજા તથા 1000 રૂપિયા દંડ તેમજ ઇ.પી.કો કલમ 366 હેઠળ પાંચ વર્ષની સજા તથા બે હજાર રૂપિયાનો દંડ તથા ઇ.પી.કો કલમ 376/ 2  તથા પોસ્કો એક્ટની જોગવાઈ હેઠળ 10 વર્ષની સજા તથા ૧૦ હજાર રૂપિયાનો દંડનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડ કરવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આરોપીની 20 વર્ષની ઉંમરનો અને આરોપીના કુટુંબને ઘણી અપેક્ષાઓ છે આરોપીને 20 વર્ષની મહત્તમ સજાની જોગવાઈ ની જગ્યાએ 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે.બનાવની વધુ વિગતો જોતા આરોપી મોઈન ખાન મકરાની અને સગીર બાળા તેઓ એકબીજાના ઘરની નજીક રહેતા હતા તારીખ 5/ 6/ 19 ના રોજ સગીર બાળા તેના ઘરના લોકોની સહમતીથી મોઈન ખાન મકરાણીના પરિવાર સાથે શિનોર તાલુકાના મઢી ખાતે નર્મદા નદીમાં નાહવા ગયા હતા.

જ્યાં તેઓ બંનેની આંખો મળી ગઇ હતી અને પ્રેમ સંબંધી જોડાયા હતા ત્યારબાદ વાતચીત કરવા માટે મકરાણી સગીર બાળાને મોબાઈલ ફોન લાવી આપેલ હતો અને સગીર બાળા તે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને સંતાડીને રાખતી હતી.જ્યારે તેના ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મોઈન ખાન મકરાની ને ફોન પર વાતચીત કરતી હતી અને મોબાઇલમાં મોઈન ખાન મકરાની રિચાર્જ કરાવી આપતો હતો તે વર્ષના નવરાત્રીના તહેવારમાં આઠમના દિવસે સગીર બાળાના ઘરે કોઈ ન હતું ત્યારે સગીર બાળાએ આરોપી મોઈન ખાન મકરાની ને પોતાના ઘરે બોલાવી ને શરીર સંબંધ બાંધ્યો હતો. ½વારંવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો.

બનાવની વધુ વિગતો જોતા આરોપી મોઈન ખાન મકરાની અને સગીર બાળા તેઓ એકબીજાના ઘરની નજીક રહેતા હતા તારીખ 5/ 6/ 19 ના રોજ સગીર બાળા તેના ઘરના લોકોની સહમતીથી મોઈન ખાન મકરાણી ના પરિવાર સાથે શિનોર તાલુકાના મઢી ખાતે નર્મદા નદીમાં નાહવા ગયા હતા જ્યાં તેઓ બંનેની આંખો મળી ગઇ હતી અને પ્રેમ સંબંધી જોડાયા હતા ત્યારબાદ વાતચીત કરવા માટે મકરાણી સગીર બાળાને મોબાઈલ ફોન લાવી આપેલ હતો અને સગીર બાળા તે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને સંતાડીને રાખતી હતી જ્યારે તેના ઘરમાં કોઈ ન હોય ત્યારે તે મોઈન ખાન મકરાની ને ફોન પર વાતચીત કરતી હતી અને મોબાઇલમાં મોઈન ખાન મકરાની રિચાર્જ કરાવી આપતો હતો.

તે વર્ષના નવરાત્રીના તહેવારમાં આઠમના દિવસે સગીર બાળાના ઘરે કોઈ ન હતું ત્યારે સગીર બાળાએ આરોપી મોઈન ખાન મકરાની ને પોતાના ઘરે બોલાવી ને શરીર સંબંધ બાંધ્યો હતો સમય જતા બંને નો પ્રેમ ગાઢ બની જતા બન્નેવે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું જેથી મોઈન ખાન મકરાણીએ સગીરબાળા પાસે આધાર કાર્ડ શાળાનું લિવિંગ સર્ટિફિકેટ જન્મનો દાખલો તથા કપડાં તૈયાર રાખવાનું કહ્યું હતું જેથી સગીર બાળાએ કાગડો અને કપડાં તૈયાર કરીને તેના બાથરૂમ ઉપર તારીખ 29 /10 ના રોજ મૂકી દીધા હતા અને મોઈન ખાન મોખરાનું તે લઈ ગયો હતો ત્યારબાદ ફૂલ પર વાતચીત થયા દરમિયાન તારીખ 7 11 2019 ના રોજ બન્ને જણાએ રાત્રિના બાર વાગે નાસી છૂટવાનુ નક્કી કર્યું હતું અને ગામના તળાવ પાસે રાત્રે બાર વાગે મળવાનું નક્કી કર્યું હતું

એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે. કાનાની દ્વારા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો અપાયો
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે. કાનાનીએ છેલ્લા ઘણા વર્ષોથી વિધર્મીઓ દ્વારા એક વ્યવસ્થિત કાવતરૂ રચીને તેને અમલમાં મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસાર હિન્દુ છોકરીઓને, સગીરાઓને પ્રેમના અને લગ્ન કરવાના બહાને પટાવી ફોસલાવીને તેમની સાથે શારિરિક સંબંધ બાંધી લગ્ન કરી લેવામાં આવે છે. જે બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં માટે શારિરિક માનસિક ત્રાસ આપી દબાણ કરવામાં આવે છે. અને તેમાં નિષ્ફળ જાય તો હિન્દુ સગીરાઓનો ખોટો ઉપયોગ કરીને બદનામ કરી દેવામાં આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને  એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.જે. કાનાની દ્વારા આ કેસમાં દાખલા રૂપ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેમજ રૂપિયા 10 હજારનો દંડ કરીને જો તે ન ભરેતો વધુ 3 વર્ષની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેથી સમાજમાં આવા કૃત્યો કરનારા સામે દાખલો બેસે.

Most Popular

To Top