સરકાર કોઇપણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય. આ પત્રલેખકને કોઇ ગમો-અણગમો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વછંદી અને વહીવટી ક્ષમતા ગુમાવતી જવાના અનેક કિસ્સાઓ જનસમાજ સામે છતા થતા જાય છે અને કહેવાય છે બલ એન્જીનની સરકાર મારા ભાઇ!! સુજ્ઞ વાચકો- જાણકારોને પર્દાફાશ કરવાની ભાગ્યે જ જરૂર છે. બધા જ અખબારોમાન માહિતી વણથંભી વહયે જ જાય છે.
એક અખબારે નીડરતાથી પ્રગટ કરેલા માહિતી જાણવા જોગ પ્રસ્તુત છે. વડાપ્રધાન કાર્યાલયના પીએમઓ અધિકારી હોવાનો રોફ જમાવનાર કિરણ પટલ નકલી અધિકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું. માર્ચ 2023. નકલી વિજ્ઞાની. પોતે સ્કેપફ્રાફટ ડિઝાઇનીંગ ટીમના સભ્ય હોવાની છાપ મિતુલ ત્રિવેદીએ ઉભી કરી. હાલ જેલમાં બંધ છે. ઓગસ્ટ 2023. નકલી સરકારી કચેરી ઉભી કરી વડોદરાના બે ભેજાબાજોએ સરકાર પાસેથી 4.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડી. ઓકટોબર 2023. નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ છેતરપીંડી અને દુષ્કર્મના આરોપ હેઠળ કાર્યવાહી.
નવેમ્બર 23. નકલી આઇપીએસ અધિકારીના સ્વાંગમાં દરજીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત વાહન ચાલકોને મેમો પકડાવી રૂપિયા રળતો, દારૂના અડ્ડાવાળાઓ પાસેથી ઉઘરાણાં કરતો ઇસમ જેલના સળિયામાં કેદ, નવેમ્બર 23. દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ખોલીને સંદિપ રાજપૂતે 18.59 કરોડની સરકારી ગ્રાન્ટ ઓહિયા કરી. નવેમ્બર 2023. નકલી ટોલટેક્ષ નાકુ-વાંકાનેર પાસે વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ખાનગી ટોલનાકુ ઉભુ કરી દોઢ વર્ષથી ઉઘરાણા કરતા ઇસમો, પાર્ટી જાહેર થઇ ગયા. નાણાં હજમ થઇ ગયા.
ડિસેમ્બર 2023. મંત્રીઓના નકલી પીએ, કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના પીએ તરીકેની ઓળખ આપી ધાક ધમકી જમાવનાર નકલી પીએ ડિસેમ્બર 1923. નકલી સિરપ નડિયાદ ખાતે સિરપમાં ઝેરી કેમિકલ ભેળવી લોકોના જીવ લેનાર દવા ઉત્પાદક સંસ્થા સામે તપાસ અને તવાઇ. ડિસેમ્બર 2023. અહો આશ્ચર્યમ: (રાષ્ટ્રીય ઘટના) આઇએમપીએસ દ્વારા યુકો બેન્કના 41000 ખાતેદારોના ખાતામાં ઓચિંતા 820 કરોડ રૂપિયા જમા આપી દીધા. પરસેવા વિનાની કમાણી ુપાડી વાપરી નાખ્યા. ખાતેદારોએ માન્યુ હશે કે ખૂદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ!!
કાકડવા – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.