સુરત : સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર ઉમરપાડા સિવાય તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ ઓલપાડમાં સર્વાધિક 60 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે કામરેજમાં 54 મીમી, પલસાણામાં 14 મીમી અને ચોર્યાસીમાં 07 મીમી વરસાદ નોંધાયો હતો.
શહેર વિસ્તારમાં માત્ર 1 મીમી વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં માત્ર એક મીમી વરસાદ નોંધાતા તાપમાનમાં થોડો ફેરફાર થયો હતો. મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું, જે ગઈકાલની સરખામણીએ એક ડિગ્રી વધારે છે. જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 25 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત ઉપર હાલ ત્રણ અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની સંભાવના છે.
જિલ્લામાં ચોવીસ કલાકમાં પડેલો વરસાદ
તાલુકા વરસાદ – (મીમી)
ઓલપાડ – 60
કામરેજ – 54
પલસાણા – 14
ચોર્યાસી – 07
બારડોલી – 06
માંગરોળ – 06
મહુવા – 02
માંડવી – 01
સુરત – 01
ઉમરપાડા – 00