વડોદરા: વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યા, બળાત્કાર અને પોસ્કો, હત્યા અને મારામારી સહિતના ગુનામાં સજા ભોગવતા ત્રણ કેદી કોરોના ગાઇડલાઇનના નિર્દેશ હેઠળ વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે ત્રેણય કેદી વિરુદ્ધ જેલરે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પંચમહાલના જાંબુઘોડા પોલીસ મથકમાં વર્ષ 2018માં નોંધાયેલા સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો રણજિત ઉર્ફે પપ્પુ મનોરંજનભાઈ નહેરા (રહે- ઓરિસ્સા) 14 દિવસ તેમજ નડિયાદ પોલીસ મથકમાં વર્ષ 2018માં નોંધાયેલા1983માં હત્યાના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો બચુભાઈ માનસિંગ પારગી ( રહે- દાહોદ) 14 દિવસ અને રાજકોટના આંકલાવ પોલીસ મથકમાં વર્ષ 2017માં નોંધાયેલા હત્યા અને મારામારીના ગુનામાં સજા ભોગવતો હિરેન્દ્રસિંગ ઉર્ફે હિતુભા બહાદુરસિંહ જાડેજા (રહે – કાલાવડ રોડ, રાજકોટ) 14 દિવસ માટે નામદાર સુપ્રીમ કોર્ટની હાઈપાવર કમિટીની ગાઈડલાઈન મુજબ વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ સમયમર્યાદા વિત્યા છતાં પરત હાજર નહીં થતાં જેલરે ત્રણેય કેદીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે તમામ કેદીઓ વિરુદ્ધ કેદી અધિનિયમ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ત્રણ કેદી ફરાર
By
Posted on