વડોદરા: વડોદરાના (Vadodara) પાંચ મિત્રોમાંથી (Friend) ત્રણ મિત્રોને વડોદરા-હાલોલ (Halol) રોડ (Road) પર અકસ્માત (Accident) નડતા ત્રણ મિત્રોનાં મોત (Death) નિપજ્યા હતા. બાઈક સવાર ત્રણ મિત્રો ડમ્પરની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્રણ યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતમો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક મિત્રના જન્મ દિવસ પર વડોદરાના પાંચ મિત્રો બે બાઈક પર પાવાગઢ મહાકાળી માના મંદિરે જવા નીકળ્યા હતા. એક બાઈક પર ત્રણ મિત્રો સવાર હતા અને એક બાઈક પર બે મિત્રો સવાર હતા. ત્યારે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સાવર ત્રણેય મિત્રોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસ ત્રણેયના મૃતદેહ કબ્જે લઈ પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ મોકલી અપાયા હતા. મૃતકના પરિવારને ઘટના અંગે જાણ થતા પરિવાજનો અને સગાંસંબંધીઓ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
જન્મ દિવસે જ મોત નિપજ્યું
અકસ્માતમાં ભોગ બનાર ત્રણ મિત્રોમાંથી એક મિત્ર રોનક ધનભાઈ પરમારનો જન્મદિવસ હતો. રોનક તેના માત પિતા સાથે ભાડાના મકાનમાં વડોદરા ખાતે રહેતો હતો. જ્યારે અન્ય બે મૃતક યુવક વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ, ગરબાડા અને જયેન્દ્ર સંજયભાઈ પટેલ, બારિયા ખાતે રહેતા હતા. વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિવારને જાણ થતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
સુરત-કામરેજ રોડ પર કાર ડિવાઇડર કુદાવી લોખંડની ગ્રીલ તોડી બીઆરટીએસ રોડ પર આવી ગઈ
કામરેજ: સુરત-કામરેજ રોડ (Road) પર ગુરુવારે (Thursday) બપોરે આશરે 3 કલાકે કામરેજ ચાર રસ્તા પાસે નવાગામની હદમાં જીન કમ્પાઉન્ડની સામે હુન્ડાઈ એસેટ કાર (Car) નં.(જીજે 05 સીકે 6629)ના ચાલકે કાબૂ ગુમાવતાં ડિવાઇડર સાથે અથડાઈને લોખંડ ગ્રીલ તોડી બીઆરટીએસ (BRTS) ટ્રેકમાં ઘૂસી ગઈ હતી. કારમાં બેસેલા એક ઈસમને ઇજા થઇ હતી. મોડી સાંજ સુધી બીઆરટીએસ રોડ પણ બંધ રહ્યો હતો.
સાપુતારા ઘાટમાં કાપડનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : હૈદરાબાદથી કાપડનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો જમ્બો આઈસર ટેમ્પો નં. એ.પી.28.ટી.ઈ.6413 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત કાપડનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. આ બનાવમાં ચાલક સહિત ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવારનાં અર્થે 108 મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડાયો હતો.