World

અફઘાનિસ્તાનમાં ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાય

નવી દિલ્હી: દુનિયાના કેટલાક દેશમાં ભૂકંપનું (Earthquake) જોખમ જોવા મળી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે થોડા કલાકોમાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી અનુસાર અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 ફ્રેબ્યુઆરી શનિવારે સવારે લગભગ 9:07 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કલાકોમાં ત્રણવાર ભૂકંપના ઝટકા મહેસૂસ થતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 186 કિલોમીટર નીચે નોંધાય હતી. જો કે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

શનિવારે મણિપુર અને ગુજરાતના અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી હતી
તમને જણવી દઈએ કે શનિવારે વહેલી સવારે દેશના બે રાજ્યોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકાના કારણે થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. આ સાથે જ ગુજરાતના અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડના મોતીયાળા પંથકમાં વહેલી સવારે 4 મિનિટમાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સતત બે દિવસથી સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે. સતત બે દિવસથી અમરેલી જિલ્લામાં ધરતીકંપ આવતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

આ અગાઉ પણ 37 ડિસેમ્બરે પણ અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ભૂકંંપના આંતકા અનુભવાયા હતા. મીતીયાળામાં 40 મિનિટમાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યા હતો. સવારે 10:40 અને 11:18 મિનિટે ભૂકંપ આવતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહી રહ્યું છે કે સતત એક મહિનાથી સુરેન્દ્રનગરમાં ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે.

ગઈકાલે રાત્રે યુપીના કેટલાક વિસ્તારોમાં ધરતી ધ્રૂજી રહી હતી
આ પહેલા ગઈકાલે રાત્રે એટલે કે શુક્રવારે દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો ભૂકંપ આવ્યો હતો. ઉત્તર પ્રદેશના શામલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ રાત્રે લગભગ 9.30 કલાકે આવ્યો હતો. ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકો શોધી શક્યા ન હતા.

Most Popular

To Top