Gujarat

અમદાવાદ: પશુઓના ખાવાના ખોળની કોથળીઓ નીચેથી લાલ ચંદનનો જથ્થો મળ્યો

ગાંધીનગર: રેવન્યૂ ઈન્ટેલીજન્સ (DRI)ની ટીમે અમદાવાદ (Ahmadabad) જિલ્લામાં સાણંદ (Sanand) ખાતે એક દરોડો પાડીને તેમાં તપાસ હાથ ધરીને અંદાજિત સાડા ત્રણ કરોડનો દાણચોરીનો (Smuggling) લાલ ચંદનનો (Red wood) જથ્થો જપ્ત કરી લીધો છે. અગાઉ મે માસમાં કચ્છના મુદ્રા પોર્ટ (Mundra Port) પરથી 7 કરોડનો 14.63 ટન લાલ ચંદનનો દાણચોરીનો જથ્થો રેવન્યૂ ઈન્ટેલીજન્સ દ્વારા જપ્ત કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન બાતમી મળી હતી, જેના પગલે સાણંદના એક ગોડાઉનમાંથી સાડા ત્રણ કરોડની કિંમતનો 4.229 ટન લાલ ચંદનનો જથ્થો મળી આવતા તે જપ્ત કરી લેવાયો હતો.

પશુઓને ખાવાના ખોળની પેક કરેલી કોથળીઓની નીચે આ લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. પહેલા દાણચોરોની સિન્ડીકેટ દ્વારા લાલ ચંદનના મોટા ટુકડા લાવવામા આવ્યા હતા. તે પછી ટુકડાને નાના કરીને બાથરુમમાં ગોઠવવાની સામગ્રી તરીકે તેને એકસપોર્ટ માટેના કન્ટેનરમાં ગોઠવી દીધા હતા. લાલ ચંદન આન્ધ્ર પ્રદેશના પૂર્વ ઘાટમાં જંગલોમાં જોવા મળે છે. તેની નિકાસ પર હાલમાં ભારતમાં પ્રતિબંધ છે. ચીનમાં લાલ ચંદનનો ઉપયોગ કેટલીક આયુર્વેદ દવાઓ તથા કોસ્મેટિક પ્રોડકટ બનાવવામાં થાય છે.

મુદ્રા પોર્ટ પરથી ફરી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
કચ્છ: ગુજરાતમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સમગ્ર ઓપરેશન ગુજરાત(Gujarat) ATS દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તેઓને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતી મુજબ કચ્છના મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી 70 કિલો હેરોઇન () પકડી પાડ્યું હતું. આ સાથે ગુજરાત ATSએ ત્રણ આરોપીનો ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. તેમજ ડ્રગ્સ હેરાફેરી કરવાની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.

  • ફરી એકવાર મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • બાળકોનાં રમકડામાં સંતાડી આવતી હતી હેરાફેરી
  • ગુજરાત ATSએ 70 કિલો હેરોઇન જપ્ત કર્યું3 આરોપીની ધરપકડ

ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ. ATSની ટીમે તપાસ કરતા કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદર એક હાર્ડ બોર્ડ હતું. જેની અંદર આ ડ્રગ્સ સંતાડી હેરાફેરી કરવામાં આવતી હતી. આ કન્ટેનરમાંથી 70 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજીત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

Most Popular

To Top