National

નૂપુર શર્માના સમર્થકોનું ગળું કાપવાનું પાકિસ્તાનનું ષડયંત્ર

નવી દિલ્હી: ભાજપ(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)એ મોહમ્મદ પયગંબર(Prophet Muhammad)ને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ દેશમાં વિવાદની આગ ફેલાઈ હતી. દેશમાં આ વિવાદને લઈ લોકોમાં બે ભાગ પડી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. જેમાં એક ભાગ તેમના નિવેદનનું સમર્થન કરી રહ્યો હતો અને બીજો ભાગ તેમના નિવેદનની ટીકા કરી રહ્યો હતો. આ નિવેદન પછી આતંકવાદીઓ(Terrorists)એ પણ આ વિવાદ(Controversy)માં પોતાના નાપાક મનસૂબા પૂરા કરવા માટે નુપુર શર્માનાં સમર્થકોને નિશાન બનાવવાનું ષડયંત્ર શરૂ કર્યું હતું. NIA અને ATSની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.

  • રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ ઉપરાંત અનેક લોકો હતા નિશાના પર
  • નૂપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારાઓને આતંકવાદીઓ પાઠ ભણાવવા માંગતા હતા
  • પાકિસ્તાની સંગઠન અને આતંકવાદીઓએ રાજસ્થાનમાં 40 લોકોની ટીમ તૈયાર કરી હતી

નૂપુર શર્માના નિવેદન બાદ રાજસ્થાનના ઉદયપુરમાં માત્ર કનૈયાલાલ જ નિશાના પર નથી પરંતુ પાકિસ્તા(Pakistan)ની સંગઠન દાવત-એ-ઈસ્લામી(Dawat-e-Islami) અને આતંકવાદીઓએ રાજસ્થાનમાં 40 લોકોની ટીમ તૈયાર કરી હતી. આ ટીમનું કામ નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારાઓને નિશાન બનાવવાનું હતું. 40 લોકોની આ ટીમ નૂપુરના સમર્થકોનું માથું કાપવા માટે તૈયાર હતી.

પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામીનું ષડયંત્ર
દાવત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા 6 જિલ્લાના લોકોને નુપુરના સમર્થનમાં પોસ્ટ કરનારાઓને પાઠ ભણાવવા માટે આ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ લોકો એક વર્ષથી વધુ સમયથી દાવત-એ-ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલા હતા. આતંકી રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદની કોલ ડિટેલ્સમાંથી આ વાત સામે આવી છે. જેમાં પાકિસ્તાનના 10 લોકોના 20 મોબાઈલ નંબરની તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ લોકોને જે રીતે તાલિબાનનો માથું કાપવાનો વીડિયો વાયરલ થાય છે, તેવી જ રીતે ભારતમાં પણ દહેશત ફેલાવવાનો ટાર્ગેટ મળ્યો હતો.

NIAની પૂછપરછ થયો ખુલાસો
NIAની ટીમે ઉદયપુરમાં 6 લોકોની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરનારાઓમાં અંજુમન તાલીમુલ ઈસ્લામના સદર મુજીબ સિદ્દીકી, મૌલાના ઝુલકરનૈન, ભૂતપૂર્વ સદર ખલીલ અહેમદ, સહ સચિવ ઉમર ફારૂક અને બે વકીલોનો સમાવેશ થાય છે. NIAએ તેમને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી અને સદર મુજીબના ઘરની પણ તપાસ કરી હતી. NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અજમેરમાં વાંધાજનક ધાર્મિક પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે. દાવત-એ-ઈસ્લામીએ જ આ પુસ્તકો વેચવા માટે અહીં દુકાનો ખોલી હતી. તે એક પુસ્તક વેચનારને રોજ 350 રૂપિયાની લાંચ આપતો હતો. રિયાઝ અને ગૌસ અહીંથી લોકોને પુસ્તકો વહેંચતા હતા.

Most Popular

To Top