અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરના (Amritsar) અજનાલામાં હજારો ખાલિસ્તાની (Khalistani Protest) સમર્થકોએ તલવાર, બંદૂક લઈ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ખાલિસ્તાની સમર્થક સંગઠન વારિસ પંજાબ દે ના પ્રમુખ અમૃતપાલ સિંહના સાથી તુફાન સિંહની ધરપકડના વિરોધમાં હજારો ખાલિસ્તાની સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકો પાસે બંદૂક, તલવાર અને લાકડી જેવા હથિયારો હતા. પોલીસે તોફાનીઓને રોકવા બેરિકેટ લગાવ્યા તે પણ તોડી નાંખ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા હતા. પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશન પર કબ્જો જમાવી લીધો હતો. મોટી સંખ્યામાં તોફાનીઓ જોઈ પોલીસ પણ ભાગતા નજરે પડ્યા હતા.
પંજાબના અજનાલામાં ખાલિસ્તાની અમૃતપાલ સિંહના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર કબજો કરી લીધો છે. તેઓ ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. અમૃતપાલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબ પોલીસના બેરિકેડ તોડી નાખ્યા હતા. ત્યારબાદ અમૃતપાલના સમર્થકોએ પોલીસ પર હુમલો કર્યો. બદમાશો સામે પોલીસ દોડતી જોવા મળી હતી. બદમાશોએ પોલીસ સ્ટેશન પણ કબજે કર્યું હતું. અમૃતસરમાં ચાલી રહેલા વિરોધમાં અમૃતપાલના સમર્થકો હંગામો મચાવી રહ્યા છે. અમૃતપાલના સમર્થકો તલવારો સાથે પ્રદર્શન કરતા જોઈ શકાય છે.
વારિસ પંજાબ ડી ચીફના સમર્થનમાં પ્રદર્શન
જણાવી દઈએ કે વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહ પોતાની ધરપકડની રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ દરમિયાન સેંકડો સમર્થકો તેમની સાથે હતા. અમૃતપાલ સિંહના સમર્થકો અજનાલા પોલીસ સ્ટેશનની બહાર તલવારો અને બંદૂકો સાથે દેખાયા હતા. તેઓ પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પોલીસે અમૃતપાલ સિંહના સાથી લવપ્રીત તુફાનની પણ ધરપકડ કરી છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
અજનાલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ
અમૃતપાલ સિંહ અને તેના 6 સાથીઓ પર હુમલાના આરોપમાં અજનલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. અજનલા પોલીસે અમૃતપાલના સાથી તુફાન સિંહની ધરપકડ કરી છે. જેની સામે તલવારો સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે.
ખાલિસ્તાનીઓના સમર્થનમાં પ્રદર્શન
આવા પ્રદર્શનને કારણે રાજ્યની સુરક્ષાને લઈને ભગવંત માન સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે. પ્રદર્શનના જે વીડિયો સામે આવ્યા છે તેમાં પોલીસ બદમાશોથી ભાગતી જોવા મળી રહી છે.