Entertainment

આ ‘પ્રોડક્શન હાઉસ’ નથી, અનન્યાના મોડા પહોંચવા પર NCBના અધિકારીએ ઠપકો આપ્યો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને (Ananya Pandey) શુક્રવારે નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક મોડા એજન્સીની ઑફિસમાં પહોંચવા બદલ ઠપકો આપ્યો હતો. મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai Drugs Case) શાહરૂખ ખાનના પુત્ર (Shahrukh Khan Son Aryan Khan) આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુંબઈ ડ્રગ્સ કેસમાં NCBની તપાસના સંદર્ભમાં બોલીવુડ અભિનેત્રીને શુક્રવારે સવારે 11 વાગ્યે એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.

અનન્યા પાંડેને શુક્રવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે NCB ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે નક્કી થયેલા સમય કરતા મોડી શુક્રવારે બપોરે 2 વાગે એજન્સીની ઓફિસ પહોંચી. NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ અભિનેત્રીને કથિત રીતે એજન્સીની ઓફિસ ત્રણ કલાક મોડી પહોંચવા બદલ ઠપકો આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીર વાનખેડે અનન્યા પાંડેને કહ્યું હતું કે NCB એ કોઈ ફિલ્મનું પ્રોડક્શન હાઉસ નથી પરંતુ એક સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોલીવુડ અભિનેતાને સમયસર એજન્સીની ઓફિસ પહોંચવા સૂચના આપવામાં આવી હતી.

અનન્યા પાંડેને શુક્રવારે NCB દ્વારા 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી

અનન્યા પાંડેની શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ મુંબઈમાં તેમની ઓફિસમાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. અગાઉ, અનન્યા પાંડે ગુરુવારે NCB સમક્ષ હાજર થઈ હતી. એજન્સીએ અનન્યાને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા હતા. NCBએ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

NCBનો દાવો છે કે આર્યન અને અનન્યા વચ્ચે ગાંજા વિશે વાત થઈ હતી

એનસીબીએ આ કેસમાં તેની તપાસ દરમિયાન આર્યન ખાનના ફોનમાંથી ડ્રગ્સ સંબંધિત તેની વાતચીત કથિત રીતે મેળવી હતી. એનસીબી અનુસાર, ‘આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વાતચીત દરમિયાન આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આર્યન પૂછતો હતો કે શું ગાંજાની વ્યવસ્થા કરવા માટે ‘જુગાડ’ થઈ શકે? અનન્યા પાંડેએ જવાબ આપ્યો હતો કે, ‘હું વ્યવસ્થા કરીશ’.

અનન્યાએ આર્યન સાથેની ચેટના મુદ્દે NCB ને કહ્યું, હું મજાક કરી રહી હતી.

જ્યારે NCBએ ગુરુવારે પૂછપરછ દરમિયાન અનન્યા પાંડેને આ ચેટ બતાવી ત્યારે તેણે જવાબ આપ્યો, હું માત્ર મજાક કરી રહી હતી. ગુરુવારે પૂછપરછ કર્યા પછી, તેમને શુક્રવારે બીજા રાઉન્ડની પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. NCBએ હવે 25 ઓક્ટોબરે ત્રીજા રાઉન્ડની પૂછપરછ માટે બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે અનન્યા પાંડેની પૂછપરછ દરમિયાન NCB અધિકારીઓને પુરાવા મળ્યા નહોતા અને તેથી જ તેને ફરીથી બોલાવવામાં આવી છે.

Most Popular

To Top