SURAT

આજે સાંજે છ વાગ્યાથી જ પોલીસ અઠવાગેટથી ડુમસ ચોપાટી સુધી ગોઠવાઈ જશે

સુરત : આવતીકાલે થર્ટી ફર્સ્ટના (Thirty-First) દિવસે સહેલાણીઓ ઉમટી પડે તેમ હોવાથી પોલીસ દ્વારા અઠવાથી ડુમસ રોડ પર પોલીસ કુમક ખડકી દેવામાં આવશે. સુરત શહેરના 2000 પોલીસ જવાનો (Police Personnel) ઉપરાંત વીસ કરતા વધારે પીઆઇઓને બંદોબસ્તમાં (Arrangement) મુકવામાં આવ્યા છે. તેમાં દારૂ પીવાનુ કે પછી ધૂમ બાઇક ચલાવીને નીકળનારાઓ પર સખ્ત કાર્યવાહી કરવા માટે પોલસ કમિશનર અજય તોમર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ મુખ્ય માગ્ર પર કોઇ પણ પ્રકારના પાર્કિંગ કરી શકાશે નહી. પાર્કીગ માટે નિયત સ્થાનો ફાળવી દેવામાં આવ્યા છે.

ટ્રાફિક સમસ્યા સર્જાવાની શક્યતા
કમિ અજય તોમરે જણાવ્યું હતું કે, વર્ષના છેલ્લા દિવસે અઠવાગેટથી ડુમસ લંગર સુધીના રોડ ઉપર મોટી સંખ્યામાં જાહેર જનતા પોતાના પરિવારો સાથે રોડ ઉપર વાહનોમાં ફરવા નીકળે છે. અઠવાલાઇન્સ-ડુમસ રોડ શહેરનો મુખ્ય માર્ગ હોય, આ માર્ગ ઉપર ટ્રાફિકનું પ્રમાણ વધુ રહે છે. લોકો અને વાહનોના ઘસારાના કારણે તેમજ લોકો દ્વારા જાહેર રોડ ઉપર પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હોય, ટ્રાફિક સમસ્યા સર્જાવાની શક્યતા છે. આ સંજોગોમાં જાહેર જનતાના હીતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ ટ્રાફિક નિયમન કરવું જરૂરી જણાય છે.

વાહનચાલકો માટે આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે
(૧) અઠવાગેટથી ડુમસ તરફ જઇ શકાશે. પરંતુ ડુમસથી પરત અઠવાગેટ તરફ આવતા વાહનો વાય જંકશન(મગદલ્લા ટી પોઇન્ટ)થી મુખ્ય માર્ગને અડીને આવેલ તમામ ગલી-નાકા માંથી મુખ્ય માર્ગ ઉપર પ્રવેશ કે પાર્કિંગ કરી શકાશે નહીં.
(૨) ડુમસ તરફથી આવતા વાહનો વાય જંકશન થી ઉધના-મગદલ્લા રોડ તરફ જઇ શકશે. તેમજ એસ.કે.નગર ચાર રસ્તા થી એલ એન્ડ ટી હાઉસીંગ થઇ વી.આઇ.પી. રોડ તરફથી શહેરમાં પ્રવેશી શકશે.
(૩) એસ.વી.એન.આઇ.ટી સર્કલ થી મગદલ્લા ટી પોઇન્ટ સુધીના માર્ગ ઉપર વાહનો પાર્ક કરી શકાશે નહી તથા યુ ટર્ન લઇ શકાશે નહીં, તેમજ જોલી પાર્ટી પ્લોટ થી રાહુલરાજ મોલ તરફ, એસ.ડી.જૈન સ્કુલ થી બિગબજાર તરફ અને સારૂનગર થી કારગીલ ચોક તરફ વાહનો સાથે જઇ શકાશે નહી.
(૪) એસ.કે.નગર ચાર રસ્તાથી કુવાડા ત્રણ રસ્તા થી ડુમસ લંગર સુધી જઇ શકાશે પરંતુ એ જ રસ્તેથી લંગરથી કુવાડા ત્રણ રસ્તા આવી શકાશે નહિ તેમજ ડુમસ લંગરથી મોટીબજારથી કુવાડા ત્રણ રસ્તાથી પરત આવી શકાશે.
(૫) ડુમસ લંગરથી ચોપાટી સુધીના વિસ્તારમાં કોઇપણ પ્રકારના વાહનો પ્રવેશ અને પાર્કિંગ કરી શકાશે નહિ. (૬) તમામ પ્રકારના ભારે તેમજ મધ્યમ કક્ષાના વાહનો અઠવાગેટ થી પાર્લે પોઇન્ટ, એસ.કે.નગર ચાર રસ્તા થી ડુમસ લંગર સુધીના રોડ ઉપર પ્રવેશ તથા પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

આજ વિસ્તારમાં વાહનો પાર્ક કરી શકાશે
(૧) એસ.વી.એન.આઇ.ટી કોલેજ કેમ્પસ, એસ.બી.આઇ અને પોસ્ટ ઓફીસની પાછળના ભાગે વાહન પાર્ક કરી શકાશે.
(૨) કારગીલચોક શારદાયતન સ્કુલની પાછળ પ્રગતી મેદાનમાં વાહનો પાર્ક કરી શકાશે.
(૩) SMC પાર્ટી પ્લોટ (ઉમરા પો.સ્ટે.ની બાજુમાં) વાહનો પાર્ક કરી શકાશે.
(૪) ભારે તેમજ મધ્યમ કક્ષાના વાહનો ભારે વાહન પ્રતિબંધના જાહેરનામાની મુક્તિ સમય દરમ્યાન અઠવાગેટથી મજુરાગેટ થઇ ભટાર ચાર રસ્તાથી ખજોદ ચોકડી થઇ નેશનલ હાઇવે પર જઇ શકાશે

Most Popular

To Top