સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે વધુ 3 પોઝિટીવ કેસો સામે આવ્યા છે જેમાંથી 2 કેસ રાંદેર ઝોનના જ છે. જ્યારે જે વ્યક્તિનું મોત થયું છે તે પણ રાંદેર ઝોનના જ રહેવાસી હતાં.
સુરત શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યારસુધી શહેરમાં કોરોનાને પગલે 2 મોત હતા. પરંતુ મંગળવારે શહેરમાં હજી બે મોત થયા છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. સાથે સાથે શહેરમાં વધુ ત્રણ પોઝીટીવ કેસ નોઁધાયા છે. અને પોઝીટીવ કેસનો કુલ આંકડો 20 પર પહોંચ્યો છે.
બેગમપુરા, ઝાંપાબજાર, હાથીફળિયાનાં 65 વર્ષીય વૃદ્ધનું મંગળવારે મોત થયું છે. તેઓને હાઇપરટેન્શનની બિમારી હતી. 5 એપ્રિલના રોજ તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. રાંદેર વિસ્તારના અલઅમીન રેસીડેન્સી રાંદેરના અહેસાન ખાન રસીદ ખાન પઠાણનું મંગળવારે મોત થયું છે. તેઓ 52 વર્ષના હતા અને હાઈપરટેન્શન તેમજ ડાયાબિટીઝ તથા ડિપ્રેશન શિકાર હતાં. તેઓને 4 એપ્રિલે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતાં તેમજ ગઈકાલે જ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
ઉપરાંત મંગળવાર શહેરમાં ત્રણ પોઝીટીવ કેસ નોઁધાયા છે. આજે નોઁધાયેલા પોઝીટીવ કેસમાં રાંદેરના 67 વર્ષીય મહિલા ઝુબેદા અબ્દુલ સતાર પટેલ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને છઠ્ઠી એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા હતા. તેમજ રામપુરા વિસ્તારના 40 વર્ષના પુરૂષ સાજીદ અબ્દુલ રહેમાન કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. કે જે લોખાત હોસ્પિટલના એમબ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કરે છે જેઓને છઠ્ટી એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા હતા. તેમજ અડાજણ પાટિયા વિસ્તારના 42 વર્ષીય મહિલા ઝીનત કુરેશીનો પણ પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.