માનવ જીવનમાં એક માત્ર લગ્ન જીવન જ એવો સંબંધ છે જેમાં છૂટા છેડાની જોગવાઇ કાયદાકીય રીતે છે તે સિવાયના કોઇપણ સંબંધમાં છૂટાછેડાનું વિચારી પણ ન શકાય તેવી આપણી પ્રાણાલી ગોઠવાયેલ છે. તાજેતરમાં જ અલાહાબાદ હાઇકોર્ટ એક કોહલી પરિવારના છૂટાછેડામાં એવી ટિપ્પણી કરી કે લગ્ન સંબંધો હવે લાંબો સમય ટકતા નથી. છૂટાછેડા સરળ બનાવવા હિન્દુ લગ્ન કાયદામાં સુધારો જરૂરી છે.
સને 1955માં જ્યારે હિન્દુ લગ્ન કાયદો ઘડવામાં આવ્યો ત્યારે લગ્નો અને સંબંધોને લઇને જે ભાવનાઓ, લાગણીઓ અને સન્માન હતા તે આજે નથી તેનું અનુમાન કાયદો ઘડતી વખતે વિચારમાં પણ આવ્યો નહીં હશે. મહિલા સશક્તિ કરણને કારણે મહિલાઓ ઉંમરો ઓગળંતી થઈ અને પરિણીત કે અપરણિત સ્ત્રી-પુરુષો લગ્ન બાહ્ય સંબંધોમાં આવ્યા તે પણ કડવી વાસ્તવિકતા સમાજે સ્વિકારવી રહી અને આમ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી પણ છૂટાછેડાના કેસો બનવા લાગ્યા છે. ત્યારે 1955ના કાયદામાં સુધારો લાવી દશ વર્ષના લગ્ન જીવનમાં છૂટાછેડાના કેસમાં કોઇએ કોઇને કશું આપવા લેવાનું થતું નથી.
15 વર્ષના લગ્ન જીવનમાં કે 20 વર્ષના લગ્ન જીવનમાં કોર્ટ નક્કી કરે તેવું ભથ્થું કે મિલકતમાં હક્ક-હિસ્સો આપવા જેવા કડક કાયદાઓ ઘડી કાઢવામાં આવે તો જેઓએ લગ્નને ધંધો બનાવી દીધો છે તેવા લોકો પર લગામ નખાશે અને સ્ત્રી તરફી કાયદાઓને કારણે પણ તેનો થતો દૂરઉપયોગ ધ્યાને લઇ સ્ત્રી-પુરુષ સમોવડીયાની પ્રથા અપનાવી ફેમીલી કોર્ટના ન્યાયાધિશોએ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો આપી છૂટાછેડા મંજૂર કરવા રહ્યા. કોર્ટ તારીખ પર તારીખ આપી પક્ષકારોને શારીરિક-માનસિક અને આર્થિક પરેશાનીમાં નાખી, કોર્ટ બહાર સમાધાન કરી સાથે રહેવું કે છૂટા પડવા જેવો અગત્યનો નિર્ણય પક્ષકારો પણ આડકતરી રીતે કોર્ટ છોડી દે છે તે પણ થવું જોઇએ નહીં. કોર્ટે નક્કી કરવું રહ્યું કે આમાં શું નિર્ણય આપી શકાય અને તે પણ ન્યાય થાય તે જ સાચો ન્યાય થાય તે જ સાચો ન્યાય અને ન્યાયાધિશ બની રહેશે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે
લોકસભાની ચૂંટણી અત્યંત નજીક છે અને આખા દેશમાં એવો માહોલ જામ્યો છે કે આવશે તો મોદી જ. પણ આ માન્યતા અમુક સંજોગોમાં ખોટી પણ પડી શકે. આ માટે એક વાર્તા યાદ આવી ગઈ. એક વાર એક રાજાને પોતાના રાજ્યમાં દૂધનું તળાવ બનાવવાનો વિચાર આવ્યો. તે માટે તેણે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજ્ય બહાર એક તળાવ ખોદવામાં આવ્યું છે તેમાં રાજ્યની દરેક વ્યક્તિએ કાલે સવારે એક લોટો દૂધ ઠાલવવાનું છે. હવે રાજ્યમાં દરેક વ્યક્તિએ એવું વિચાર્યું કે હું દૂધને બદલે પાણી નાખી આવીશ તો શું ફરક પડશે.
પરિણામે આખું તળાવ દૂધને બદલે પાણીનું બની ગયું અને રાજાની મનની મનમાં રહી ગઈ. લોકસભાની ચૂંટણીમાં ઉપરના કિસ્સાને અનુલક્ષીને દરેક વ્યક્તિ એવું વિચારે કે હું એકલો મત ન આપીશ તો શું ફરક પડશે? આવું વિચારીને ઘણી બધી વ્યકિત મત આપવા જ ન જાય તો પરિસ્થિતિમાં ચોક્કસ ફેર પડે. કહેવાનું તાત્પર્ય એ છે કે મતદાનની ટકાવારી ઊંચી હોય તો જ પરિણામ ભાજપની તરફેણમાં આવી શકે, નહીં તો ભાજપે પણ હારવાની નોબત આવી શકે. વધુ પડતો આત્મવિશ્વાસ ક્યારેક ભારી પણ પડી શકે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.