Entertainment

તાપસી પન્નુ અને ફોટોગ્રાફર્સ વચ્ચે ઝઘડો થયો, અભિનેત્રીએ હાથ જોડવા પડ્યા!

મુંબઈ: તાપસી પન્નુ (Taapsee Pannu) ફિલ્મ (Film) ‘દો બારા’ના (DoBaara) પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે સાશિયલ મીડિયા પર એક વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન તાપસી અને ફોટોગ્રાફર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ દરમિયાન તાપસી ફોટોગ્રફર પર ગુસ્સે ભરાઈ હતી.

આ ઘટના સોમવારે સાંજે બની હતી જ્યારે તાપસી તેની આગામી ફિલ્મ દો બારાના પ્રમોશન માટે મુંબઈની મીઠીબાઈ કોલેજ પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપસી ઇવેન્ટમાં મોડી પહોંચી હતી. ત્યારે એક ફોટોગ્રાફરે તેને કહ્યું કે તે ઈવેન્ટ માટે મોડી પડી છે. તાપસી કોલેજ પર પહોંચી, ત્યારે તે તરત જ અંદર જતી રહી હતી. તાપસીએ ફોટોગ્રાફર્સને પોઝ આપવાની ના પાડી દીધી હતી. અને સીધી અંદર ચાલી ગઈ હતી. ત્યારે પાછળ ફોટોગ્રાફર્સ તેના નામની બૂમો પાડીને ફોટો ક્લિક કરાવવાનું કહે છે.

મળતી માહિતી અનુસાર એક ફોટોગ્રાફરે તાપસી પન્નુને કહ્યું કે ઘણું મોડું થઈ ગયું છે અને તેઓ બે કલાકથી તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તાપસી તેમની આ ફરિયાદ પર ગુસ્સે થઈ ગઈ હતી. ફોટોગ્રાફર્સે તાપસીને કહ્યું, “અમે તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. અને તે મો઼ડી પડી છે.” આ અંગે તાપસીએ સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને જે સૂચનાઓ આપવામાં આવી હતી તેનું પાલન કર્યું. તાપસીએ કહ્યું, ” મને જે ટાઈમ આપવામાં આવ્યો હતો હું એજ ટાઈમ પર આવી છું, તમે મારા પર કેમ બૂમો પાડી રહ્યા છો.”

તેના પર ફોટોગ્રાફર્સે તાપસી પન્નુને કહ્યું કે તેઓ તેની બે કલાકથી રાહ જોઈ રહ્યા છે. તાપસીએ કહ્યું, “કૃપા કરીને મારી સાથે સન્માન સાથે વાત કરો, હું માત્ર મારું કામ કરી રહી છું. હું દરેક જગ્યાએ સમયસર પહોંચી જાવ છું, જ્યાં મને કહેવામાં આવ્યું છે. તમે મારી સાથે આદરથી વાત કરશો, હું પણ તમારી સાથે આદરથી વાત કરીશ.”

તાપસીને હાથ જોડવા પડ્યા
જ્યારે કેટલાક ફોટોગ્રાફર્સે પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તાપસીનો કો-સ્ટાર પાવેલ ગુલાટી પણ તેની પાછળ આવીને ઊભો રહ્યો. તાપસીએ કહ્યું કે, ‘કેમેરો તો મારી પર છે, તો મારી જ બાજુ દેખાશે. કેમેરો તમારી પર હોત તો ખબર પડે કે તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો.’ છેલ્લે તાપસી હાથ જોડીને કહે છે, ‘તમે જ હંમેશાં સાચા છો, એક્ટર હંમેશાં ખોટા હોય છે.’

‘દો બારા’ 19 ઓગસ્ટે રિલીઝ થશે
આ પછી તાપસી અને ફોટોગ્રાફર્સે વચ્ચે થોડી વધુ ચર્ચા થઈ. પછી હાથ જોડીને તાપસીએ કહ્યું, “તમે હંમેશા સાચા છો, અભિનેતા હંમેશા ખોટો હોય છે. અનુરાગ કશ્યપની ‘દો બારા’માં તાપસી અને પાવેલ ફરી એકસાથે પડદા પર આવી રહ્યા છે. આ પહેલા બંને વર્ષ 2020માં ફિલ્મ ‘થપ્પડ’માં સાથે જોવા મળ્યા હતા. ‘દો બારા’ એક સાય-ફાઇ થ્રિલર છે, જે 2018ની સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ની રિમેક છે, જે 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Most Popular

To Top