Charchapatra

ફરતુ પશુ દવાખાનુ છે પણ સમસ્યા ય છે

ગુજરાતનાં પશુપાલનમંત્રીશ્રી કુંવરજી બાવળિયા સાહેબે મંત્રી બન્યા બાદ પશુઓ માટેનું ફરતુ દવાખાનું કેટલાંક જીલ્લાઓમાં શરૂ કર્યું છે. જે અંતર્ગત નવસારી જીલ્લાનાં ગણદેવી તાલુકામાં ગડત ગામ ખાતે ફરતુ પશુ દવાખાનું સ્થાપી  થયેલ છે. જેમાં ગડત સહિત આજુબાજુનાં ફકત છ – સાત ગામોમાં આ પશુદવાખાનુ પશુપાલકોની જરૂરિયાત મુજબ કોલ કરવાથી જે તે સ્થળે જઇ પશુચિકિત્સક સારવાર વિના મૂલ્યે કરે છે. જે એક સારી વાત છે. આ  બાબત પશુપાલકો માટે લાભદાયી હોય સરાહનીય છે. પરંતુ ખાતે સ્થાયી થયેલ આ ફરતું પશુદવાખાનું ગડત સહિત છ-સાત ગામો સિવાય બીજા અન્ય ગામોમાં આ સેવા આપતું જ નથી. પશુ ચિકિત્સકનું કહેવું છે કે બીજા ગામોમાં જવાની અમોને પરવાનગી નહોય અમે બીજા ગામોમાં જઇ ન શકીએ?

ગડત ખાતે સ્થાયી થયેલ આ ફરતુ પશુદવાખાનું છ-સાત ગામો સિવાય બીજા ગામોમાં સેવા આપતું જ નથી. જેવા કે છમડાછા, તલીયારા, દેવધા, કછોલી જેવા ગામોમાં આ ફરતા પશુ દવાખાનાની સેવાથી વંચિત છે. તો અમુક જ ગામોને ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ અને અન્ય બાકીનાં ગામોને ઠેંગો આ તે કેવો ન્યાય? તો ગડત ખાતે સ્થાયી થયેલ ફરતા પશુદવાખાનાનો લાભ ધમડાછા, તલીયારા, દેવધા, કછોલી જેવા ગામોનેપણ મળવો જ જોઇએ. માણસોની સારવાર માટે આખા ગુજરાત રાજયમાં જેમ ૧૦૮ ની સેવા ઉપલબ્ધ છે તેવી જ રીતે સમગ્ર ગુજરાતમાં પશુઓ માટે પણ આ ફરતા પશુદવાખાનાની સેવા ઉપલબ્ધ સરકારે વહેલી તકે બનાવવી જ જોઇએ.

અમલસાડ ખાતે પશુદવાખાનું હોવા છતાં છેલ્લા લગભગ એક વર્ષથી ત્યાં કોઇ પશુ ચિકિત્સક જ નથી. તો ત્યાં પણ તાકીદે તાત્કાલિક વેટરનરી ડોકટરની નિમણુંક કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. જેથી આ વિભાગનાં પશુપાલકોની મુશ્કેલી દૂર થઇ શકે. ગુજરાત સરકારે તેમજ લાગતા વળગતા ખાતાએ આ અંગે તાત્કાલિક નિર્ણય લઇ આ વિભાગનાં પશુપાલકોની મુશ્કેલી દૂર કરવી જ જોઇએ.
તલીયારા  જી.નવસારી-  હિતેશકુમાર એસ. દેસાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top