Charchapatra

પછી સાયરા કદી મા બની શકયાં નહીં

દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે સાયરાની ઉંમર 22 વરસની હતી અને દિલીપકુમારની ઉંમર 44 વરસની હતી. 1972 માં દિલીપકુમાર અને સાયરાની સંતાન વિશે તૈયારી ચાલી રહી હતી તથા આઠમા મહિને સાયરાનું બ્લડ પ્રેશર એકદમ હાઈ થઈ જતાં એના પગલે સર્જાયેલા કોમ્પ્લીકેશન્સને કારણે આઠ મહિનાનો ગર્ભ પડી જતાં સાયરા પછી કદી મા બની શક્યાં નહીં. એ પછી પણ દિલીપકુમારે 1981 માં અસ્મા નામની મહિલા સાથે બીજી શાદી હૈદરાબાદમાં કરી હતી. આ શાદી માત્ર બે વરસ ટકી હતી. 1983 માં દિલીકુમારે અસ્માને છૂટાછેડા આપી સાયરા આગળ પાછા  ફર્યા હતા. દિલીપકુમારે સંતાન માટે બીજી શાદી કરી હતી પણ અસ્મા અને એના પતિએ દિલીપકુમારની મિલકત માટે શાદી કરી હોવાની જાણ દિલીપકુમારને કોઈ મિત્રે કરતાં દિલીપે વહેલી તકે અસ્માને છૂટાછેડા આપી દીધા હતા. એટલે એ વાત ખોટી કે દિલીપકુમારે સંતાન માટે પ્રયત્ન કર્યા નહોતા.સુરત     – અબ્બાસ કૌકાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top