સુરત : ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં (Diamon cutting and polishing) સુરત (Surat) હબ ગણાય છે. હવે ગુજરાત હીરા બુર્સ (Gujarat Hira burse) અને ઈચ્છાપોર (Ichhapore) જેમ એન્ડ જ્વેલરી પાર્કના (Gem And Jewelry park) આયોજકો દ્વારા જ્વેલરી રિટેઈલમાં રાજકોટને પછાડવા માટે વિશ્વનો સૌથી મોટો (World Biggest) જ્વેલરી પાર્ક (Jewelry Park) સુરતમાં બનાવવાનો નિર્ણય લેવાયો છે. 850 કરોડના ખર્ચે 8.50 લાખ સ્કવેર ફુટ બાંધકામમાં 850 જેટલી જ્વેલરી શોપ બનાવવામાં આવશે.
- દિલ્હી, મુંબઈ અને બેંગલોર સહિતના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ૬૫૦ જ્વેલરી ઉદ્યોગકારો આ મોલ માટેની જગ્યા જોવા આવશે. ગુજરાતમાં રાજકોટ જ્વેલરી ટ્રેડિંગનું હબ ગણાય છે. તેને સ્પર્ધા આપવા સુરતમાં જ્વેલરી ટ્રેડિંગનું હબ ઉભું કરાશે
- જ્વેલરી મોલ ઉપરાંત 125 જ્વેલરી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ પણ શરૂ કરાશે, અહીં રાત દિવસ ઈન્ટરનેશનલ લેવલની જ્વેલરીનું ઉત્પાદન કરાશે
ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કની ૧૦ લાખ સ્ક્વેરફૂટ જગ્યામાંથી ૫૫ હજાર સ્ક્વેર ફૂટમાં આ મોલ તૈયાર કરવામાં આવશે. જેમાં ૮.૫૦ લાખ સ્ક્વેરફૂટ સેલેબલ બાંધકામમાં ૮૫૦ જેટલા જ્વેલરી શોરૂમ તૈયાર કરાશે. આ જ્વેલરી ગુજરાત ડાયમંડ બુર્સ કમિટિ દ્વારા ૫મી ડિસેમ્બરના રોજ સાઈટ વિઝિટનો કાર્યક્રમ યોજાશે. જેમાં દિલ્હી,મુંબઈ અને બેંગલોર સહિતના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ૬૫૦ જ્વેલરી ઉદ્યોગકારો આ મોલ માટેની જગ્યા જોવા આવશે. ગુજરાતમાં રાજકોટ જ્વેલરી ટ્રેડિંગનું હબ ગણાય છે. તેને સ્પર્ધા આપવા સુરતમાં જ્વેલરી ટ્રેડિંગનું હબ ઉભુ કરાશે. 650 ઉદ્યોગકારોને મોલની બેઝિક ડિઝાઈન અને સુવિદ્યાઓ 5 ડિસેમ્બરે દર્શાવવામાં આવશે.
ગુજરાત હીરા બુર્સના એમડી નાનુભાઈ વાનાણીએ ચેમ્બરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં કુલ ૧૦ લાખ સ્કેવેર ફૂટ જગ્યા છે. જેમાં જ્વેલરી મોલ માટે ૫૫ હજાર સ્ક્વેરફૂટ જગ્યામાં બિલ્ડિંગનું બાંધકામ થશે. બાકીની ૯.૪૫ લાખ સ્કેવેર ફૂટ જગ્યામાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ કટ એન્ડ પોલીશ્ડ કંપનીઓ કાર્યરત થશે. જેમાં 125 જ્વેલરી મેન્યુફેકચરીંગ કંપનીઓ પ્રોડક્શન કરશે. અત્યારે 18 કંપનીઓ ચાલી રહી છે. જેનું ટર્નઓવર કંપની દીઠ વાર્ષિક 3000 કરોડથી 15000 કરોડ સુધીનું છે. ટુંક સમયમાં 25 નવી કંપનીઓ પ્રોડક્શન કરશે. આ જ્વેલરી મોલમાં બુર્સ નહિં નફો નહિં નુકશાનના ધોરણે શોપનું (Shop) વેચાણ કરશે.
‘હાલ રાજકોટમાં જ્વેલરી ઉદ્યૌગ સૌથી મોટો છે, શહેરમાં આ જ્વેલરી મોલ બન્યા પછી સુરત રાજકોટના જ્વેલરી સેક્ટરને ટેકઓવર કરી લેશે. હાલ એક અંદાજ પ્રમાણે એશિયાનો (Asia) સૌથી જીડીપી વાળો પટ્ટો છે પરંતુ હજીરા (Hazira) બેલ્ટની કંપનીઓ, ડાયમંડ બુર્સ, ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક અને જ્વેલરી મોલ બન્યા પછી આ વિસ્તાર શહેરનો સૌથી મોંઘો કોર્મશિયલ એરિયા બનશે.