Business

મહિલાના ગાલ સૌથી મોટા છે, પણ હજીયે તેણે સર્જરી કરાવવી છે

યુક્રેનની રાજધાની કિવમાં રહેતી અનસ્તાસિયા પૉક્રેશ્ચુક વિશ્વમાં સૌથી મોટા ગાલ ધરાવે છે. પોતાની સર્જરી વિશે તે સોશ્યલ મીડિયા પર અપડેટ્સ આપતી રહે છે. તેના સુંદર ચબી ચિક્સને કારણે તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. જો કે તેણે ગાલ વધુ મોટા કરવા હજી વધુ ઑપરેશન કરાવવાં છે.પોતાના ગાલની સુંદરતા વધારવા માટે તેણે લિપ ફીલર્સ, વિનિયર્સ, જડબાં તેમ જ ચિબુકમાં ફેરફાર કરાવવા અને ગાલ પર અનેક સર્જરી કરાવી છે. જેની પાછળ અત્યાર સુધીમાં તેણે ૨૧૦૦ ડૉલર્સ (લગભગ ૧,૫૩,૦૦૫ રૂપિયા) ખર્ચ કર્યા છે. જો કે આટલાથી પણ તે સંતુષ્ટ નથી અને તેને હજી વધુ સર્જરી કરાવવાની ઇચ્છા થઈ છે.હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના સર્જરી પહેલાંના ફોટા પોસ્ટ કર્યા છે અને એની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘હું મારા ગાલના પ્રેમમાં પડી ગઈ છું. લોકોને ભલે એ વિચિત્ર લાગતું હોય, પણ હું એનાથી ખુશ છું. સર્જરી બાદ મારો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો છે.’

કૃત્રિમ પગ છતાં ઉભડક પગે બેસવાનો વર્લ્ડ રેકૉર્ડ!

દીવાલને અડીને ખુરશી પર બેઠા હોઈએ એવી મુદ્રામાં બને એટલો લાંબો સમય રહેવાનું જો આપણને કોઈ કહે તો ૧૦-૨૦ સેકન્ડથી વધુ ન બેસી શકીએ. બહુ-બહુ તો ૩૦ સેકન્ડમાં આપણે ઊભા  થઈ જ જઈએ, કારણ કે ‘સૅમ્સન્સ ચૅર/ સ્ટૅટિક વૉલ સીટ’ તરીકે ઓળખાતી આ પડકારરૂપ સ્ટાઇલ કરવા જતાં સમતોલપણું ગુમાવવાની શક્યતા પૂરેપૂરી. જો કે દુબઈની લેબૅનનમાં જન્મેલી અને દુબઈમાં રહેતી દારીન બાર્બર નામની યુવતી જેનો ડાબો પગ કૃત્રિમ છે તેણે તો આ માટે વર્લ્ડ રેકૉર્ડ જ કરી નાખ્યો

તાજેતરમાં દારીન એક દીવાલને અડીને ઉભડક મુદ્રામાં બે મિનિટ અને ૮.૨૪ સેકન્ડ સુધી બેઠી હતી. આપણે બે પગે પણ આ રીતે માંડ અડધી મિનિટેય બેસી ન શકીએ ત્યારે દારીને એ પોઝિશનમાં બે મિનિટથી પણ વધુ સમય વિતાવ્યો હતો. એ સાથે આ ફિટનેસ અને લાઇફસ્ટાઇલ કોચે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડસમાં નામ લખાવી દીધું છે. દારીનનો જે વર્ગની દિવ્યાંગ મહિલાઓમાં સમાવેશ થાય છે એમાં હવે આ રીતે બેસવાનો વિશ્વવિક્રમ તેના નામે છે.  દારીન ૧૫ વર્ષની હતી ત્યારે બોન-કૅન્સરની બીમારીમાં તેનો ડાબો પગ કપાવવો પડ્યો હતો. ૨૦૧૩ની સાલમાં એક અકસ્માતમાં તેની ડાબી સાથળને ગંભીર ઈજા થઈ હતી. તેના પગના ઉપરના ભાગમાં બે સ્ક્રૂ બેસાડ્યા છે. જો કે વર્ષોથી જિમ્નેશ્યમ, સ્પોર્ટસ અને ફિટનેસ ક્લબ તેના સૌથી પસંદગીનાં સ્થાનો અને ક્ષેત્રો રહ્યાં છે. દિવ્યાંગો તેમ જ યુવા વર્ગ માટે ખરેખર દારીન પ્રેરણાસ્રોત છે.

Most Popular

To Top