Business

ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડોલરનું રોકાણ પાછું ખેંચવા વિચાર કરી રહ્યાં છે

મુખ્ય ગલ્ફ દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણ કરેલી તેમની મૂડી પાછી ખેંચી લેવા અથવા તેના પર પુનર્વિચાર કરવાનું વિચારી રહ્યા છે. જો આવું થાય તો અમેરિકાને ઇઝરાઈલને યુદ્ધમાં સહયોગ કરવાનું ભારે પડી શકે છે. ખાડી દેશો દ્વારા અમેરિકામાં કરવામાં આવેલું અંદાજે ૨ ટ્રિલિયન ડૉલર (આશરે 160 લાખ કરોડ રૂપિયાથી) થી પણ વધુનું રોકાણ અત્યારે જોખમમાં છે.

ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતર જેવા દેશોની આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. ઓઇલ-ગેસ, શિપિંગ અને પ્રવાસન ક્ષેત્રમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થવાને કારણે આ દેશોના બજેટ પર ભારે દબાણ છે. પરિણામે 4માંથી 3 મોટા ખાડી દેશો હવે અમેરિકા અને અન્ય વિદેશી રોકાણોમાંથી ખસી જવાની ચર્ચા કરી રહ્યા છે.

ઈરાન સાથે વધતા સંઘર્ષે આ દેશો પર આર્થિક દબાણ વધાર્યું છે. ઊર્જા (તેલ), શિપિંગ અને પર્યટનમાંથી ઘટતી આવકને કારણે તેઓ સાવચેતીના પગલા તરીકે તેમની યુએસ સંપત્તિઓની સમીક્ષા કરી રહ્યા છે. ગલ્ફ દેશોના સાર્વભૌમ સંપત્તિ ભંડોળ યુએસ અને અન્ય પશ્ચિમી બજારોમાં $2 ટ્રિલિયનથી વધુ ધરાવે છે.

યુએસ અર્થતંત્ર પર અસર
આ રોકાણ પાછું ખેંચવાથી યુએસ શેરબજાર અને નાણાકીય સંસ્થાઓમાં મોટા આંચકા આવી શકે છે. આ પગલાને ઈરાન મુદ્દા પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દબાણ લાવવાના માર્ગ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. જો ખાડી દેશો ખરેખર પોતાનું રોકાણ પાછું ખેંચે છે તો તેની અસર માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વના શેરબજારો અને અર્થતંત્ર પર પડશે. યુદ્ધના વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે આ દેશો હવે પોતાના અનામત ભંડોળને બચાવવા માટે આ આકરો નિર્ણય લઈ શકે છે.

Most Popular

To Top