Business

યુપી સરકાર મથુરા-આગરા વચ્ચે શરૂ કરવા જઈ રહી છે હેલિકોપ્ટર ટેક્સી

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપતો એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર હેલિકોપ્ટર ટેક્સી (Helicopter taxi) સુવિધા શરૂ કરી રહી છે. હેલિકોપ્ટર ટેક્સી સેવા દ્વારા ઉત્તર પ્રદેશના પ્રવાસન સ્થળોને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. આ તબક્કામાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં મથુરા (Mathura) અને આગ્રા (Agra) વચ્ચે હેલી ટેક્સી શરૂ કરવા જઈ રહી છે. હેલિકોપ્ટર દ્વારા વિવિધ શહેરોની કનેક્ટિવિટી વધારવાની આશાથી શરૂ કરાયેલી આ યોજના ટૂંક સમયમાં શરૂ થશે.

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશની યોગી સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેલિકોપ્ટર ટેક્સી સેવા શરૂ કરી રહી છે. તેના માટે 23મે ના રોજ હેલીપોર્ટના નિર્માણ, સંચાલન અને જાળવણી માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે. જેમાં સૌથી ઓછી બોલી લગાવનારને હેલિપેડના બાંધકામ ઉપરાંત ઓપરેશન અને મેઇન્ટેનન્સનું કામ આપવામાં આવશે. તમને જાણવી દઈએ કે આ હેલિકોપ્ટર ટેક્સી સેવા માટે હેલિપોર્ટનું નિર્માણ અને સંચાલન PPP મોડ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવશે.

પ્રી-બિડનું આયોજન કરવામાં આવ્યું
હાલમાં યુપીમાં ઘણા પ્રવાસન સ્થળો પર હેલીપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આગ્રામાં હેલીપોર્ટના નિર્માણની તૈયારીઓ ચાલી રહી અને મથુરાના ગોવર્ધનમાં તે ટૂંક સમયમાં બનવાનું શરૂ થઇ જશે. યુપી રાજ્ય સરકારની સૂચના અનુસાર પ્રી-બિડનું આયોજન 31મેના રોજ લખનઉમાં પ્રવાસન વિભાગના કાર્યાલયમાં કરવામાં આવ્યું છે અને ટેન્ડર માટેની જરૂરી લાયકાત માટે વિનંતીઓ 23 જૂન સુધી કરી શકાય છે. લાયકાત માટેની વિનંતી વેબસાઇટ etender.up.nic.in પર ઑનલાઇન અરજી કરી શકાય છે.

લોકોને હેલી ટેક્સીથી પ્રવાસમાં આ ફાયદો થશે
મથુરા અને આગ્રા વચ્ચે હેલી ટેક્સી સુવિધાથી લોકોને પ્રવાસ કરવો સરળ બની જશે. સાથે હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યા પણ ઘટશે. મથુરા અને આગ્રા વચ્ચેના યમુના એક્સપ્રેસ હાઇવે પર અનેક અકસ્માતો સર્જાય છે. પરંતુ હવે શરૂ થનારી આ હેલી ટેક્સી સુવિધાના કારણે ત્યાં અકસ્માતોની સંખ્યા પણ ઘટશે અને લોકો સલામતીથી મથુરા અને આગ્રાનો પ્રવાસ કરી શકશે. આ સિવાય હેલિકોપ્ટર દ્વારા પ્રવાસન સ્થળોના એરિયલ વ્યૂ માટે જોય રાઇડ પણ કરી શકાય છે. પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા આગરા દર્શનમાં ઉપરથી તાજમહેલ, સિકંદરા કિલ્લો, ફતેહપુર સીકરી જેવા પર્યટન સ્થળો જોઈ શકશે. મથુરામાં તમે મથુરા, વૃંદાવન, ગોવર્ધન, બરસાના અને નંદગાંવનો એરિયલ વ્યૂ જોઈ શકશો.

આ અગાઉ પણ યુપી સરકાર હેલિકોપ્ટરનો ઉપયોગ કરી ચૂક્યું છે
તમને જાણવી દઈએ કે અગાઉ પણ ગોવર્ધન પરિક્રમામાં પ્રવાસન વિભાગ હેલિકોપ્ટરનો ઉપયોગ કરી ચૂક્યું છે. જે પ્રવાસીઓ ચાલી શકતા ન હતા તેમણે હેલિકોપ્ટર દ્વારા પરિક્રમા કરી હતી. આ ઉપરાંત વર્ષ 2018માં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં હેલિકોપ્ટર ટેક્સી સ્કીમ શરૂ કરી હતી. જેમાં પહેલા તબક્કામાં ચાર જિલ્લા વારાણસી, પ્રયાગરાજ, મથુરા અને આગ્રાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top