પારડી: પારડી (Pardi) તાલુકાના ઉદવાડા (Udvada) રેલવે સ્ટેશન (railway station) ઝંડાચોક પાસે આવેલો રેલવે ફાટક પર નવા ટ્રેક લાઈન (Track line) નાખવાની કામગીરીને લઇ ફરી 16 જાન્યુઆરીના રોજ સાંજના 8 વાગ્યાથી 18 જાન્યુઆરી બપોરના 12 વાગ્યા સુધી જાહેર જનતા માટે બંધ રહેશે, એમ રેંટલાવ ગ્રામપંચાયતના ચૂંટાયેલા સભ્ય અહેમદભાઈ ખોજાએ જણાવ્યું હતું. પલસાણા ગંગાજીનો ફાટક વાહનચાલકો માટે 24 કલાક ખુલ્લો મુકવામાં આવશે. ફાટક વારંવાર બંધ રહેતાં વાહનચાલકોને લાંબો ફેરાવો પડતાં પરેશાન થઈ રહ્યા છે. પારડી અને બગવાડા રેલવે ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ફાટક બંધ રાખવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
ઉદવાડા રેલવે ફાટક પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો તોબા
ઉદવાડા આરએસ ઝંડાચોક ફાટકથી રેંટલાવના હનુમાનજીના મંદિર સુધીના માર્ગ પર દરરોજ સર્જાતા ટ્રાફિકને (Traffic) પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉદવાડા રેલવે ફાટક પાસે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ ટ્રાફિક કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરત, અમદાવાદ, બરોડાથી પર્યટકો દમણમાં (Daman) આવતા ટ્રાફિકની સમસ્યા વધુ પડતી શનિ-રવિવારના રોજ વકરે છે.
કેટલીક વાર ટ્રાફિકના કારણે બે વાહનચાલકોએ ઘર્ષણમાં ઉતરવાનો પણ વારો આવે છે અને કલાકો સુધી ફાટક બંધ રહેવાના કારણે વાહનોની કતાર ઉદવાડા હાઈવેથી લઇ રેંટલાવ ઝંડાચોક, સ્ટેશન, ભીલાડવાળા બેંકથી લઇ હનુમાનજીના મંદિર સુધી રહતા લોકોનો કલાકોનો સમય વેડફાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતા વાહનચાલકો તેમજ દમણથી નશો કરીને આવતા પર્યટકો વચ્ચે કેટલીકવાર ટ્રાફિકને લઇ તકરાર ઉભી થાય છે ત્યારે પોલીસ સતર્કતા દાખવી ટ્રાફિકની સર્જાતી રોજની સમસ્યાનું નિવારણ લાવે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના દત્તક ઉદવાડા ગામની હાલત ટ્રાફિકને કારણે દિન-પ્રતિદિન વકરતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
ઉદવાડા રેલવે સ્ટેશનને મોડેલ સ્ટેશન તરીકે વિકસાવાશે, સેમ માણેકશાના માનમાં મ્યુઝિયમ તૈયાર થશે
ઉદવાડાના રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન (Model Railway Station) તરીકે વિકસાવવામાં આવશે. આ સ્ટેશનને ૧૦ હજાર વૃક્ષો સાથે વિકસાવવામાં આવશે. પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશનને શહેરના ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉદવાડામાં પરિવર્તિત કરવાનું મિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત તેમણે તેમના એનજીઓ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન હેઠળ પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તેમના આ પર્યાવરણી કાર્યોનું વેસ્ટર્ન રેલવેના (Western Railway) જીએમ આલોક કનસલ તેમજ પારસીઓના (Parsi) વડા દસ્તુર ખુરશેદ દસ્તુર દ્વારા આરંભ કરાવ્યો હતો.