તમારી મેકઅપ કીટમાં ન્યૂડ લિપસ્ટિક રાખો છો? જો ના, તો હવે ખરીદી લો. ન્યૂડ લિપ કલરમાં વેલ્વેટ ફિનિશ, લિક્વિડ કે ક્રિમી ટેકસચરની લિપસ્ટિક હોવી જરૂરી છે. તમારી ત્વચા સાથે મેચ થતાં ન્યૂડ લિપ કલર કઇ રીતે પસંદ કરશો?
ન્યૂડ લિપ કલર બહુ ટ્રેન્ડમાં છે. યુવતીઓની પહેલી પસંદ ન્યૂડ કલર બનતા જાય છે. કોલેજ ગોઇંગ ગર્લ હોય કે ઓફિસ ગોઇંગ, કોઇ પાર્ટીમાં જવાનું હોય તો આ લિપ કલરને બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. એના લાઇટથી માંડી ડાર્ક શેડ માર્કેટમાં મળે છે. એ તમારી પર્સનાલિટીને ચાર ચાંદ લગાડે છે અને ગ્લેમર પણ એડ કરે છે. આ લિપ કલર ચહેરાના હેવી મેકઅપને બેલેન્સ કરી ખૂબસૂરતી પ્રદાન કરે છે. જો તમારી ત્વચા શ્યામ હોય તો લાઇટ શેડ ન્યૂડમાં બ્રાઉન લાઇટ શેડ પસંદ કરો. ગ્લોબલ બ્યૂટી ટ્રેન્ડ અને બ્યૂટી ઇન્ડસ્ટ્રીમાં ન્યૂડ લિપ કલર ટ્રેન્ડમાં છે. દરેક ઉંમરની સ્ત્રીઓના મેકઅપમાં રૂટિનમાં મહત્ત્વનો ભાગ બની ગયા છે. શેડ્સની વાઇડ રેન્જ, અંડરટોન અને ફિનિશ સાથે દરેક ત્વચાને અનુરૂપ લિપ કલર મળે છે.
ન્યૂડના શેડ્સમાં ઘણી વેરાયટી મળે છે. આ શેડ્સ પોલિશ્ડ અને સોફિસ્ટિકેટેડ અપિયરન્સ આપે છે અને તે પણ બોલ્ડ લુક વગર. આજકાલ બ્રાઇડલ મેકઅપમાં પણ ન્યૂડ લિપસ્ટિક પ્રચલિત છે. એક નેચરલ અંડરસ્ટેટેડ લિપ કલર જે ઓવરઓલ બ્રાઇડલ લુકને એનહેન્સ કરે છે. જેમાં હેવી જવેલરી, કલરફુલ આઉટફિટસ અને મેકઅપ પણ સામેલ છે. ન્યૂડ લિપસ્ટિક શેડ્સ દરેક પ્રકારના ભારતીય સ્કિન ટોન પર સૂટ કરે છે. પછી એ વોર્મ, કુલ કે ન્યૂટ્રલ અન્ડરટોન્સ જ કેમ ન હોય!
ન્યૂડ લિપસ્ટિક શું છે અને બાકીનાથી એ કઈ રીતે અલગ છે?
ન્યૂડ લિપસ્ટિક એ એવા લિપસ્ટિક શેડ્સ છે જે ક્યાં તો તમારા સ્કિન ટોન અથવા તો હોઠના કુદરતી રંગને મળતા આવતા શેડની નજીક હોય છે. તેઓ હોઠને વધુ કુદરતી દેખાવ આપે છે. તમે લિપસ્ટિક લગાડી જ ન હોય એવું લાગે છે.
ન્યૂડ લિપ કલર શેડ્સ
પીચ ન્યૂડ
લિપ કલરનો…ટ્રેન્ડ છે ન્યૂડ
By
Posted on