વાપી, નવસારી : વલસાડ (Valsad) જિલ્લામાં ગત બે દિવસ કમોસમી માવઠું અને વાદળછાયા વાતાવરણને લઈ લોકો અને ખાસ કરીને ખેડૂતો (Farmers) હેરાન પરેશાન થઈ ગયા હતા. ઠંડીની (Winter) ઋતુમાં ચોમાસા (Monsoon) જેવો માહોલ ઉભો થતાં લોકોએ શું પહેરવું ગરમ સ્વેટર કે રેઈનકોટ તે અંગે દ્વીધા અનુભવી રહ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે શુક્રવારે ઠંડીનો પારો એક ડિગ્રી વધીને 10 ડિગ્રી નોંધાયો હતો. જેને કારણે લોકો ઠુંઠવાયા હતા. ઠેર-ઠેર તાપણાં કરી ઠંડીથી બચવા પ્રયાસો પણ કર્યા હતા. નવસારીમાં આજે શુક્રવારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધતા 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 8.5 ડિગ્રી વધતા 29 ડિગ્રી નોંધાયું હતું.
શુક્રવારે સમગ્ર વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ સૂરજદાદાની આવજા રહી હતી. વાદળોની વચ્ચે છૂપાતા સૂરજદાદાના કિરણો ઠંડીથી થોડી રાહત આપી રહ્યા હતા. આખો દિવસ ઠંડીની સાથે વાતાવરણ પણ વાદળછાયું રહ્યું હતું. શુક્રવારે લઘુત્તમ તાપમાન 10.0 ડિગ્રી, મહત્તમ 18.5 ડિગ્રીએ રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા નોંધાયું હતું. બીજું ખાસ કરીને દિવસ દરમિયાન સમગ્ર વલસાડ અને સંઘપ્રદેશમાં વરસાદ નહીં પડ્યો હોવાનું જાણવા મળે છે. નવસારીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધતા 15 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 8.5 ડિગ્રી વધતા 29 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 71 ટકા જેટલું ઉંચુ રહ્યું હતું. આજે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 5.7 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.