દાહોદ: દાહોદમાં અગનગોળા વરસાવતી અને અંગ દાઝડતી ગરમી વચ્ચે સામાન્ય માનવી બહાર નીકળવામાં ખચકાઈ રહ્યો છે. ત્યારે પશુ પંખી માટે આ ગરમી મોત નોતરવા હોવાનું કારણ બની હોવાનું પ્રતીત થવા પામ્યું છે. દાહોદ ખાતે ગરમીનો પારો 44 ડિગ્રી પાર કરતા છાબ તળાવ નજીક 100 કરતા પક્ષીઓના મોત થતાં પ્રકૃતિ વિદો ચિંતામાં ગરકાવ થવા પામ્યા છે. તો ટપોટપ 100 કરતા વધુ પક્ષીઓના મોત થતા સંબંધિતોએ એની નોંધ પણ લીધી ન હોવાનું સમાચાર લખાય છે. ત્યાં સુધી જણાઈ આવેલ નથી. સતત વી.આઈ.પી ઓથી ધમધમતા વિશ્રામગૃહ તેમજ છાબ તળાવની ફરતે આવેલી વનરાજીમાં વિવિધ પ્રજાતિઓના પક્ષી નિવાસ કરતા હોય છે.છેલ્લા 2 ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધતા પશુ પંખીઓની સંખ્યાઓ પણ ઓછી જોવા મળતી હતી. પરંતુ બપોરના સમયે વૃક્ષો પર વાગોળ તથા ચમચીડિયા સહિતના પંખીઓ ટપોટપ નીચે પડવા માડ્યા હતા. નિષ્ણાતો માને છે કે આ બાબતે ચોક્કસ કારણ શોધવું જરૂરી છે.
દાહોદનું તાપમાન 44 ડિગ્રીએ, અગણ ગોળા વરસતા પક્ષીઓના મોત થયા
By
Posted on