છેલ્લાં 5-7 વર્ષથી 9 ફૂટથી મોટી ગણેશ પ્રતિમાઓ લાવનારા સામે પોલીસ તંત્ર FIR નોંધવાનું નાટક ચલાવે છે. આ વર્ષે પણ એ મુજબ FIR નોંધાયાના સમાચાર 3-10ના ‘ગુજરાતમિત્ર’માં વાંચવા મળ્યા. અગાઉનાં વર્ષોમાં જેઓ સામે ફરિયાદ થયેલી એ લોકો સામે શું કાર્યવાહી થઈ? કેટલો દંડ કરાયો? ફરિયાદનું સ્ટેટસ શું છે? કેસ પાછા ખેંચાયા હોય તો શા માટે અને કોની ભલામણથી પાછા ખેંચાયા? ગણેશ ઉત્સવ જાહેર ઉત્સવ છે અને હવે એની ઉજવણી શેરી-મહોલ્લા કે સોસાયટીના એવા યુવાનોના હાથમાં છે, જેઓ જબરજસ્તી ઉઘરાણાં કરે છે.
રસ્તાઓ-ગલીઓ બંધ કરી મંડપો બાંધી અનેક ન્યુસંસો ઊભા કરે છે. 70 લાખની વસ્તીમાં 70 હજાર મૂર્તિઓનું રસ્તાઓ રોકી સ્થાપન કરાય છે. જેના માટે કોઇ વિભાગનું સંકલન કે કાયદા કાનૂન દેખાતા નથી. માત્ર પોલીસનું જાહેરનામું કોઇ રીતે પર્યાપ્ત નથી. ટ્રાફિક સેલ-પાયર બ્રિગેડ-પોલીસ-જીઈબી કે ઇલેક્ટ્રીક કંપની અને પર્યાવરણ બોર્ડને ઘણી બાબતો લાગુ પડે છે. પરંતુ એ મુજબનું સંકલન ક્યાંય દેખાતું નથી. ધર્મના નામે પ્રજા તમાશાબાજીમાં ઊતરી છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જો રજાના દિવસે ગેસ લીકેજ થાય તો શું કરવું જોઈએ?
એલ જી.પી.ગ્રાહકોએ આ વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.ખાસ કરીને પુરુષ વર્ગ કામકાજ માટે ઘરની બહાર હોય.મહિલાઓ ઘરમાં એકલી હોય. મારો ગેસ ખલાસ થતા મે ગેસ સિલિન્ડર બદલી નાખ્યું મે ખાલી સિલિન્ડર કાઢી નવું ભરેલું સિલિન્ડર લગાવ્યું.જલ્દી જલ્દી મે રેગ્યુલરેટર ચાલુ કર્યું.મને ગેસ લીક થવાની ગંધ અનુભવાઈ સલામતીના કારણોસર મે તરત જ રેગ્યુલરેટર બઁધ કર્યું મે તરત જ ગેસ એજન્સીને જાણ કરવાનો નિર્ણય લીધો.મે તરત જ મારી ગેસ એજન્સીને જાણ કરી મદદ માંગી.
તેમણે જવાબ આપ્યો કે એજન્સી રવિવાર હોવાથી આજે બંધ છે હવે હમારો માણસ કાલે જ તમારી સમસ્યાનું નિરાકરણ કરી શકશે માફ કરશો. હું નિરાશ થઈ ગઈ અચાનક મને વિચાર આવ્યો મારે ગુગલ પર સર્ચ કરવું જોઈએ કદાચ મને કોઈ ઇમરજન્સી નંબર મળી આવે. ગુગલ ગેસ લીકેજના કિસ્સામા ૧૯૦૬ નંબર બતાવે છે જયારે મે તે નંબર પર ફોન કર્યો ત્યારે ટુ કોલર પર ગેસ લીકેજ ઇમરજન્સી દેખાઈ એક મહિલાએ ફોન ઉપાડ્યો મે તેને મારી સમસ્યા જણાવી તેને જણાવ્યું કે એક કલાકમાં સર્વિસ મેન તમારા ઘરે પહોંચી જશે જો તમારી પાઇપ લીક થઈ રહી છે તો તમારે નવી પાઇપનો ચાર્જ ચૂકવવો પડશે નહી તો કઈ આપવું નહી પડે.
મને નવાઈ લાગી અર્ધા કલાકમાં જ એક છોકરાએ દરવાજો ખખડાવ્યો. તે છોકરાએ આવીને ચેક કર્યું અને ૨ જ મિનિટમા સિલિન્ડરની અંદરનું વોશર બદલી નાખ્યું અને ગેસ ચાલુ કરી દીધો. જયારે મે તેને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને નમ્રતાથી પૈસા લેવાનો ઇન્કાર કર્યો તેને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને આ સુવિધા મફતમાં આપવામાં આવી છે. અર્ધા કલાક પછી પેલા કોલ રિસીવ કરનાર મહિલાનો ફોન આવ્યો મને પૂછ્યું કે તમારી સમસ્યા ઉકેલાઈ ગઈ છે કે નહી? મે ગુગલ પર ફરીથી હકીકત તપાસી અને જોયું આ સુવિધા સર્વિસ ઇન્ડિયા ગવર્મેન્ટ ઇન પર ૨૪/૭ ઉપલબ્ધ છે જે તમામ ગેસ કંપનીઓ સાથે જોઈન્ટ છે. આમ એક કેન્દ્ર સરકારની યોજનાથી મારું કામ થઈ ગયું કેટલીક યોજનાઓની આપણે માહિતી હોતી નથી.તેથી આવી યોજના પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.