SURAT

પહેલા મતદાન અને બાદમાં પ્રભુતામાં પગલાં પાડીશું: સુરતના આ નવયુગલે દાખલો પૂરો પાડ્યો

સુરત (Surat): મહાનગર પાલિકા (Municipal Corporation Elections) ની 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે 60 લાખથી વધુ મતદારો મતદાન કરી શકે છે. સમાચાર આવ્યા છે કે પુણા ગામ ના એક યુગલે પહેલા મતદાન પછી લગ્નના ફેરાનો સંકલ્પ લીધો છે. આ યુગલમાં યુવક BE મિકેનિકલ અને યુવતી વકીલ છે. બન્ને સાધારણ પરિવારના હોવાનું અને બન્નેના પિતા રત્નકલાકાર હોવાનું જાણવા મળ્યું છે. આ યુગલે જણાવ્યું હતું કે, ‘પહેલા વોટિંગ પછી લગ્ન. તેમણે કહ્યુ કે એકબીજાની જીવનભર કાળજી રાખવાના આ પ્રસંગ પહેલા આપણા શહેરની કાળજી રાખનાર પ્રતિનિધિઓની પસંદગી જરૂરી છે. સ્વચ્છ શહેર તંદુરસ્ત શહેર હશે તો જ આપણું પરિવાર તંદુરસ્ત રહી શકશે.’.

નિધિ ધીરુભાઈ ઘેલાણીએ (વધુ) જણાવ્યું હતું કે, ‘મારા પિતા રત્નકલાકાર છે ને અમે લુનકી ગામ બાબરા તાલુકાના અમરોલીના રહેવાસી છીએ. મારી એક મોટી બહેન અને નાનો ભાઈ છે. મેં LLB સુધીનો અભ્યાસ કરી હવે વકાલતની તૈયારી કરી રહી છું. લગ્ન પહેલા મતદાનનો નિર્ણય મેં મારા ફિયાન્સ સાથે કર્યો છે. મતદાનની જાગૃતતા અને એક સંદેશો આપવા અમે પહેલા મતદાન ત્યારબાદ લગ્ન અને હસ્તમેળાપ કરવાનું નક્કી કર્યું હતું. અમારા લગ્નનું સપનું આજે પૂરું પણ થશે અને યાદગાર પણ બની રહેશે.’.

ભાવિક ધાનાણી (વર) એ જણાવ્યું હતું કે, ‘મારા પિતા પણ રત્નકલાકાર છે અને અમે લાલાવદર અમરેલીના રહેવાસી છીએ. મને એક મોટી બહેન અને નાનો ભાઈ છે. મેં BE મિકેનીકલ કર્યા બાદ ક્રિએટિવ કરું છું. નિધીનો લગ્ન પહેલા મતદાન કરવાનો આ વિચાર હૃદય ને સ્પર્શી ગયો છે. જાગૃતતા હોવી જીવનમાં ખૂબ જરૂરી છે. આપણા ભવિષ્ય પહેલા આપણા શહેર, રાજ્ય અને દેશનું ભવિષ્ય પણ આપણા જ હાથમાં છે. “એક મત જાગૃતતા તરફ” એ સંકલ્પ દરેકે લેવો જોઈએ. હું મતદાન બાદ લગ્નગ્રંથીથી જોડાવવા જઈ રહ્યો છું એનો મને આનંદ છે. પહેલા વોટ પછી લગ્ન એ એક યાદગાર પળ અને દિવસ બની રહેશે. કોશીશ કરીશું કે અમારા મતદાન બુથ સ્વામી વિવેકાનંદ છાત્રાલય, નાલંદા -2 શાળાની પાસે, દાન ગિગેવ વિભાગ-1, પુણા ગામ, માં અમને પહેલું મતદાન કરવાનો લહાવો મળે. નિધિ વોર્ડ નં:16 પુણા (પશ્ચિમ) અને ભાવિક વોર્ડ નં:05 ફૂલપાડા – અશ્વિનીકુમાર ના મતદાર છે.’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top