સુરત : સુરતનાં રહીશ વિમાદા૨ પંકજ ખીમજીભાઈ સુતરીયાએ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ (NewIndiaInsurance) કંપની પાસે મેડિક્લેઇમ (Mediclaim) લઈ પરિવારના સભ્યની સારવાર કરાવેલી સારવાર (Treatment) સુરતની (Surat) જોસોલિયા ઓર્થોપેડિક હોસ્પિટલમાં (JasoliyaAorthopedicHospital) કરવી હતી, એ દરમિયાન વિમા કંપનીએ (Inusracne) ફરીયાદીના પુત્ર એવા દર્દીની (Patient) બિમારી (Disease) ‘POST TRAUMATIC LIGHT LENGTH DESCREPANCY’ ની જન્મજાત બિમારી છે, એવું બહાનું બતાવી, દર્દીની સારવારનો સંપૂર્ણ ક્લેઇમ મંજુર નહીં કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટે ઉદાહરણરૂપ પાઠ ભણાવ્યો હતો. ફરિયાદ પક્ષના વકીલ નરેશ એચ.નાવડીયાની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક કોર્ટે વીમા કંપનીને 87,072 રૂપિયા 9% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો.
- ગ્રાહક કોર્ટે વીમા કંપનીને 87,072 રૂપિયા 9 % વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો
સુરતનાં રહીશ પંકજ ખીમજીભાઈ સુતરીયાએ ન્યૂ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પોલીસી લીધી હતી. જે પોલીસીના ટેન્યોર દ૨મ્યાન ફરિયાદીના પુત્રને પોસ્ટ ટ્રુમેટિક લાઇટ લેન્થ ડિસ્પેન્સરીની સા૨વા૨ પછી સુરતની જોસોલિયા ઓર્થોપેડિક હોસ્પિટલને ઇન્સ્યોરન્સની રકમ કાપીને આપી હતી. તેને ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં પડકારી હતી.
ફરિયાદીના પુત્રને જન્મજાત બિમારી હોવાથી ક્લેઈમના 20% ૨કમ ચૂકવી હતી, અને બાકીની ૨કમ મળવા પાત્ર નથી, તેથી ક્લેઈમ ડીડક્ટ કર્યો હતો. જેથી વીમા ધારકે એડવોકેટ નરેશ એચ.નાવડીયા, જીગ્નેશ હરીયાણી દ્વારા સુરતની એડિશનલ ગ્રાહક કમિશનની કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.
જે ફરીયાદ ચાલી જતાં ફરિયાદીના વકીલોની એવી દલીલો હતી કે, વિમાદા૨ના પુત્રની જે સા૨વા૨ ક૨વામાં આવી છે, તે જન્મજાત નથી, અને સબંધી ડોક્ટરે સર્ટિફીકેટ પણ આપ્યું છે, જેમાં તમામ વિગતે ખુલાસો ક૨વામાં આવ્યો છે, તેથી ક્લેઈમ પુરેપુરો મંજુ૨ ક૨વો જોઈએ. બીજી તરફ વીમા કંપની જન્મજાત બિમારી છે, તેવુ પુ૨વા૨ ક૨વામાં નિષ્ફળ રહી હતી.
બંને પક્ષની દલીલ બાદ ગ્રાહક કોર્ટ એવા તારણ ૫ર આવી હતી કે વીમા કંપની વિમાદા૨ના પુત્રને કરાવેલી સારવાર જન્મજાત બિમારી છે, તેવુ સાબિત ક૨વામાં તથા ટ્રીટીંગ ડોક્ટરે આપેલું સર્ટિફીકેટનું ખંડન ક૨વામાં વીમા કંપની સફળ રહી નથી, તેથી વિમાદા૨ સા૨વા૨નો ક્લેઈમ મેળવવા હક્કદાર છે. કોર્ટે ફરીયાદીને ક્લેઈમમાં કરેલી ડીડક્શનની રકમ રૂા.87,072 ફરીયાદની તારીખથી 9 % વ્યાજ સહીતનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.