National

પીએમ મોદીના હસ્તે જ થશે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી: નવા સંસદ ભવનનાં (Parliament Building) ઉદ્ઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જેનાં પરથી હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે 28 મે, રવિવારે પીએમ મોદીના હસ્તે જ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે અરજી કરનારને ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યુ કે આ અરજી સાંભળવા યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતુ કે આભારી બનો કે અમે તમને દંડ કરતા નથી. આવી અરજીઓ પર ધ્યાન આપવું એ અમારું કામ નથી. અમને ખબર છે કે આવી પિટિશન કેમ દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અરજીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. હવે આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે…
સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવી અરજીઓ પર ધ્યાન આપવું એ સુપ્રીમ કોર્ટનું કામ નથી. એડવોકેટ જયા સુકીને આ અંગે અરજી કરી હતી. જયા સુકીને અરજીમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપી સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેવુ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ.

ઉદ્ધાટનનો 21 પક્ષો દ્વારા બહિષ્કાર
નવા સંસદ ભવનનાં ઉદ્ધાટનનો 21 પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એક અહેવાલો મુજબ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે 25 પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું છે. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી ઇમારતના ઉદ્ઘાટન કરવામાં આવે તેમાં સમર્થન આપ્યું હતું.

કાર્યક્રમ બપોર 2:30 વાગ્યા સુધી ચાલશે
નવા સંસદ ભવનનાં ઉદ્ધાટનનો કાર્યક્રમ 28 મેના સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે જે બપોરે 2:30 વાગ્યા સુધી ચાલશે. કાર્યક્રમની શરૂઆત પૂજનથી કરવામાં આવશે અને તેનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમની સમગ્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. તેના તમામ કાયદાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમનો વિરોધ પક્ષોના બહિષ્કારને ધ્યાનમાં લીધા વિના સરકારે આ નિર્ણય લીધો છે કે નવ। સંસદ ભવનનું ઉદ્ઘાટન સમયપત્રક મુજબ જ કરવામાં આવશે. સાથે એમ પણ જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થશે.

Most Popular

To Top