આજકાલ મોંઘી થઈ રહેલી વીજળી અને બે મહિને અપાતાં વીજળી બિલ યુનિટ વધી જતાં ખૂબ જ મોંઘી પડે છે. વિદેશથી આયાત થતો કોલસા ટ્રાન્સપોર્ટ ચાર્જ લાગતાં ખૂબ મોંઘો પડે એટલે વીજળી ઉત્પાદન ખર્ચ વધી જાય છે અને વિદેશી મુદ્રામાં કિંમત પણ ચૂકવવી પડે છે. સાથે આપણું હૂંડિયામણ વિદેશ જતું રહે છે. એટલે કોલસાથી ઉત્પન્ન કરાતી વીજળી ખરેખર ખૂબ મોંઘી પડે છે ત્યારે એનો સરળ ઉપાય, અને વિકલ્પ સોલાર એનર્જી છે.
રેલ્વે સ્ટેશનના લાંબા શેડ હોય છે ત્યાં સોલાર પ્લેટ નાખવામાં આવે તો ઘણી વીજળી ઉત્પન્ન થાય, સરકારી ઈમારતો, સરકારી આવાસ, બધાં જ દવાખાનાં, દરેક હોસ્પિટલમાં, સરકારી મકાનો, બસ ડેપો, ખાનગી કંપનીઓ અને રોડ ઉપર લગાવાતાં મોટા જાહેરાતનાં બોર્ડ પણ સોલાર એનર્જી વાપરે. આ બધા જ સોલાર પાવર માટે સોલાર પ્લેટ લગાવે તો મોટી માત્રામાં વીજળી ઉત્પન્ન થઈ શકે અને પર્યાવરણની જાળવણી થાય, પ્રદૂષણ ઓછું કરી શકાય અને જગતના તાતને દિવસે જરૂરી વીજળી પણ આપી શકાય. અને કોલસાની આયાત બંધ કરી દેશના વિકાસ, સંરક્ષણ માટે નાણાં બચાવી શકાય.
આમ સૌનો સાથ, સૌનો વિકાસ થાય.મોંઘા પેટ્રોલનો વિકલ્પ પણ સોલાર પાવરની વીજળીથી ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી પેટ્રોલ અને ડીઝલના તથા ગેસથી ચાલતાં વાહનો માટે સોલાર એનર્જી વાપરી કોલસા, ગેસ, પેટ્રોલનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ બને. ઘરમાં વપરાતાં ગેસના મોંઘા બાટલાનો વિકલ્પ પણ સોલાર એનર્જી બની શકે. સોલાર એનર્જીથી ઇલેક્ટ્રિક ગીઝર, ઇલેકટ્રીક સગડી ચલાવી મોંઘા ગેસ બોટલ, પેટ્રોલ, ડીઝલ, વીજળી, CNG ગેસ, સૌનો ઉપયોગ બંધ કરી રાહત મેળવી શકાય છે. આમ સોલાર એનર્જી જ શ્રેષ્ઠ વિકલ્પ છે,આ માટે સૌ જાગ્રત થાય.
વડોદરા -જયંતીભાઈ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.