GANDHINAGAR : ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગની માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા સૌરભભાઇ પટેલે ( SAURABH PATEL) જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ રૂા. ૧.૧૯ લાખ કરોડ વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય કારણ ગુજરાતમાં સલામતી, રોડ રસ્તા, ઔદ્યોગિક નીતિ, સ્કીલ્ડ લેબર, વીજળીની ઉપ્લબ્ધતા છે.
પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય દેશના GDP માં 8%ની હિસ્સો ધરાવે છે. રાજ્યમાં કોરોના કાળના છ માસના ટૂંકા સમયગાળામાં એટલે કે, એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન રૂ.1.19લાખ કરોડનું વિદેશી મૂળીરોકાણ આવ્યું છે, જે દેશના કુલ FDI નો 53% હિસ્સો ધરાવે છે. કેન્દ્ર સરકારના ”નીતિ આયોગ”ના અહેવાલ અનુસાર, નિકાસના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે, જે દેશની કુલ નિકાસનો 23% હિસ્સો ધરાવે છે. વળી, સ્ટાર્ટ અપ અને લોજિસ્ટિક્સમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રિયલ ઓઉટપુટમા પણ 17%ની હિસ્સેદારી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તાજેતરમાં જ રાજ્યમાં લાગુ કરવામાં આવેલી નવી ઔદ્યોગિક નીતિ રાજ્યમાં મોટા પાયે રોકાણો અને રોજગારી આકર્ષી રહી છે. જો ભારત સરકારના અહેવાલોને અનુસરીએ તો રાજ્યમાં બેરોજગારીનો દર સૌથી ઓછો એટલે કે માત્ર 3.4% જેટલો જ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, અંદાજપત્રમાં ટેક્સટાઇલ પોલિસી ( TEXTILE POLICY) માં રૂ.1500 કરોડ, MSME ક્ષેત્રને રૂ.1500 કરોડ, અન્ય મોટા ક્ષેત્રો : ઓટો, એરો-સ્પેસ અને ડિફેન્સ પોલિસી માટે રૂ.950કરોડથી વધુની જોગવાઈ, સ્વરોજગાર માટેની યોજનાઓ તથા કુટિર ઉદ્યોગો માટે રૂ.570 કરોડથી વધુની જોગવાઈ તેમજ રાજ્યમાં ”બલ્ક ડ્રગ પાર્ક” તથા ”મેડિકલ ડિવાઇસ પાર્ક”ને નવી બાબત તરીકે લાગુ કરીને રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે અત્યંત ધ્યાનાકર્ષક અને આવકારદાયક છે. ગુજરાતે રૂ.1.58 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ (ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ) પ્રાપ્ત કર્યું, જે દેશમાં સર્વોચ્ચ છે. ગતવર્ષની સરખામણીએ વર્ષ 2020-21માં FDI નો પ્રવાહ 540% જેટલો વધ્યો છે તેનું કારણ છે : ઘરેલુ રોકાણ અને ખાસ કરીને ”ઇન્ડસ્ટ્રીયલ એન્ત્રોપ્રોનીયર મેમોરન્ડમ્સ” (IEMs) ની સંખ્યામાં થયેલો વધારો. IEMs ના રોકાણો અને અમલીકરણ બંનેમાં ગુજરાત પ્રથમ બે ક્રમાંકિત રાજ્યઓમાં છે. વળી, MSME Felicitation Act લાગુ કરીને નવા આવનારા તમામ ”મધ્યમ અને નાના કદના સાહસો”ને (MSME) ના રાજ્ય સરકારની મંજૂરી લેવામાંથી 3 થી 5 વર્ષની છૂટછાટો આપવામાં આવી છે”.