Business

સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી વડોદરા શહેર-જિલ્લામાં પોલીસનુ નાક કાપ્યું

વડોદરા તા.3
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર જિલ્લામાં ફરી સપાટો બોલાવ્યો છે. જેમાં એસએમસીએ વડોદરાના પાદરા તાલુકાના લકડીકુઇ ગામે તથા કિશનવાડી વિસ્તારમાં દરોડો પાડીને 87 હજારના વિદેશી દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી ચાર લોકોને વોન્ટેડે જાહેર કર્યા હતા. બાપોદ અને પાદરા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. એસએમસીની ટીમે વિદેશી દારૂ, મોબાઇલ સહિત 1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સપાટો બોલાવતી રહેતી હતી. હોય છે ત્યારે ફરી શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા આમ્રપાલ નગર 40 ક્વાટર પાસે રહેતો દારૂનો ધંધો ચાલી રહ્યા છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી જેના આધારે એસએમસીના પીએસઆઇ એમ એચ શિનોલ સહિતની ટીમે બાતમી મુજબના સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં જગ્યા પરથી વિક્રમ ભાઇલાલ માછી મળી આવ્યો હતો. તેને સાથે રાખીને તપાસ કરતા 17 હજારનો વિદેશી દારૂ, એક મોબાઇલ મળી 22 હજારનો મુદ્દામાલ સાથે વિક્રમ માછીની ધરપકડ કરી હતી જ્યારે શ્યામ અંબાલાલ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે.
આગળની કાર્યવાહી માટે મુદ્દામાલ અને આરોપીને બાપોદ પોલીસ સ્ટેશનમા સુપ્રત કરાયો છે. તેવી જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાદરા તાલુકાના નવી લકડીકુઇ ગામમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી બે શખ્સો દેવજી ઉર્ફે દેવો જગા ચાવડા, વિજય ગણપત ચૌહાણ અને હરેશ માનસિંગ સોલંકીને ઝડપી પાડ્યા હતા.
તેમને સાથે રાખીને તપાસ કરતા એસએમસીની 72 હજારના વિદેશી દારૂ મળ્યો હતો. જેથી દારૂનો જથ્થો, બે મોબાઇલ અને વાહન મળી 1.32 લાખના મુદ્દામાલ સાથે ત્રણેવ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે રજનીશ અંબાલાલ રાવલ, ભગવાનદાસ ઉર્ફે ભગુ પઢિયાર, સુરેશ અને વડોદરા રવિ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top