ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો. સદીઓ, સન્નારીઓ, સાધ્વીઓનો એક જવલંત ઈતિહાસ ભારતે જગતને પૂરો પાડયો છે. વેદ-ઉપનિષદ કાળમાં સ્ત્રી અને પુરુષોનો સમાન દરજ્જો હતો. એટલું જ નહીં, ગાર્ગી અને લોપામુદ્રા વિદુષીઓએ સ્ત્રીશકિતને પૂર્ણ કળાએ પ્રગટાવ્યો હતો.
પરંતુ મધ્ય યુગમાં સ્ત્રીઓનું સન્માન ઘટવા લાગ્યું. રાજા બાબરથી ઔરંગઝેબ મોગલયુગમાં સ્ત્રીઓનું સન્માન ઘટવા લાગ્યું. સ્ત્રી એક વસ્તુના નામે ઉપભોગ બની. અપહરણ, ઉઠાવી જવું, સમજાવી-ફોસલાવી ભગાડી જવું એમ સ્ત્રીઓને ગુલામીના ખપ્પરમાં હોમી દીધી. સ્ત્રીઓના સોદા,જોહર, બહુપત્નીત્વ, જેવાં અનિષ્ટોએ સ્ત્રીનું જીવન મુશ્કેલ કર્યું.
સમાજમાં વિકાસની યાત્રામાં મહાશક્તિની ભાગીદારી કરી અને આવતી કાલના સમાજમાં આજનાં તંદુરસ્ત બાળકોની પેઢીનું સમાજમાં નિર્માણ કરવા સ્ત્રી અને પુરુષોનો સમાન દરજ્જો જરૂરી છે.
આજે આર્થિક સશક્તિકરણ, ખેલજગત, જાહેર પરીક્ષા, ઉચ્ચ શિક્ષણ, આત્મવિશ્વાસ, આત્મસંરક્ષણ દરેકમાં સ્ત્રી પુરુષોની સમોવડી બની છે. સ્ત્રીઓની આવતી કાલ પણ સુધારા પર જઇ રહી છે. જો સમાજનો વિકાસ કરવો હોય તો સ્ત્રીનો વિકાસ પણ જરૂરી છે.
– નીરુબેન બી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.