Columns

સાધક પોતાની સાધના પ્રત્યે આ પ્રકારનું મનોવલણ રાખે

જે કાંઈ સાધના થાય છે તે ભગવાન દ્વારા મળેલી છે અને તે જ કૃપા કરીને સાધના કરાવે છે. જે કાંઈ સાધના થાય છે તે સર્વ સંપૂર્ણ સમર્પણ સિદ્ધ કરવા માટેનાં સહાયક સાધનો છે. સાધના અને સમર્પણભાવ અન્યોન્ય સહાયક અને પરિપૂરક છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી. સાધકની ચેતનામાં સમર્પણનો ઇન્કાર કરનાર તત્ત્વો પણ હોય છે.સાધક આ તત્ત્વોને જેમ નાના બાળકને સમજાવીએ તેમ સમજાવતો રહે છે. આ પ્રક્રિયા બહુ લાંબી અને ધૈર્ય માગી લે તેવી છે. તોફાની બાળકોને સમજાવીને ડાહ્યાં બનાવવા જેવી આ ક્રિયા છે.સાધક જેમજેમ સાધનપરાયણ અને સમર્પિત જીવન જીવતો થાય છે તેમતેમ તેને ભાગવત સ્પર્શ મળતો જાય છે. તેની શ્રદ્ધા અને અભિપ્સા પણ વધતી જાય છે.ભાગવત રસ સાધકની સમસ્યાઓના નિરાકરણનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સમર્પણની પરિપૂર્ણતા પણ ભાગવત સ્પર્શથી જ થાય છે.

(ii) સમર્પણની ત્રીજી અવસ્થા પરિપૂર્ણ સમર્પણની અવસ્થા છે. આ અવસ્થા સાધકની ચેતનાના બધા ભાગો – અંતરાત્મા, મન, પ્રાણ અને શરીર – સમગ્રતયા ભગવાનને સમર્પિત થઈ જાય છે. તેનાં વિચારો, વાણી, વિહાર, સાધના અને સમગ્ર જીવન પ્રભુપ્રેરિત બની જાય છે. સાધક એક બાળકની જેમ ભગવાનની ગોદનો આશ્રિત બની જાય છે. આ અવસ્થામાં સાધક પોતાની રીતે કોઈ પ્રયત્ન કરતો નથી, પરંતુ આનો અર્થ એમ નથી કે તે પ્રમાદી બની જાય છે. વસ્તુતઃ સાધક ભગવાનનું વિનમ્ર અને વિશુદ્ધકરણ બની જાય છે. ભગવાન કરાવે તે બધું જ તે કરે છે. તેના વ્યક્તિત્વનું સુકાન અહંકારના બદલે ભાગવત ચેતના સંભાળે છે.

સાધક અહંકારની પકડમાંથી સર્વથા બહાર આવી જાય છે. – સમર્પણની આ સિદ્ધ અવસ્થામાં સાધકની ચેતનાનું કેન્દ્ર મન, પ્રાણ અને શરીરમાં નહીં, પરંતુ અંતરાત્મામાં પ્રતિષ્ઠિત થાય છે. અંતરાત્મા તો સ્વભાવગત સ્વરૂપે જ ભગવાનને સમર્પિત જ છે. શરીર, પ્રાણ, મન પણ સંપૂર્ણ વિશુદ્ધ અને સમર્પિત તથા વિનમ્ર કરણો બની જાય છે અને અંતરાત્માને અનુસરે છે. સમર્પણ સિદ્ધ થતાં સાધકનું ભાગવત ચેતના સાથે પ્રગાઢ અને કાયમી તાદાભ્ય સિદ્ધ થાય છે. આ અવસ્થામાં તે સાધનાસહિત સર્વ કર્તવ્યોથી મુક્ત થાય છે અને માત્ર ભગવદ્ર-ઇચ્છાને અનુસરે છે. સમર્પણની પરિપૂર્ણતા દ્વાર, સાધક અદ્વૈતસિદ્ધિને પામે છે. બિંદુ સાગરમાં મળી જાય અને સાગરત્વને પામે તેવી આ ઘટના છે.

સમર્પણ મહાન આધ્યાત્મિક ઘટના છે. પૂર્ણ સમર્પણ એટલે સંપૂર્ણ આધ્યાત્મિક કાંતિ.
સમાપન : શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને “ગુહ્ય’ શબ્દના પ્રયોગપૂર્વક ગુહ્ય જ્ઞાન આપે છે તેવા 5 પ્રસંગો છે.
 1. ગુહ્યતમ (1-2) – સૌથી ગોપનીય – રહસ્યપૂર્ણ 2. ગુહ્યતમ (26-20) – સૌથી ગોપનીય – રહસ્યપૂર્ણ 3. ગુહ્યાહૂ ગુહ્યતર (18-63) – ગોપનીયમાં ગોપનીય • રહસ્યોનું રહસ્ય ૪. સર્વાહ્યતમં (18-64) – સર્વ ગોપનીયોથી પણ અતિ ગોપનીય – સર્વ રહસ્યોમાં અતિ રહસ્યપૂર્ણ 1. ગુહ્ય (18-67) – ગોપનીય રહસ્યપૂર્ણ.
આ 5 સ્થાને ભગવાન અર્જુનને રહસ્યપૂર્ણ જ્ઞાન આપે છે. આ પાંચમાં પણ એક સ્થાને (18 -64) સર્વગુહ્યતમ – સર્વ રહસ્યોમાં પણ અતિ રહસ્યપૂર્ણ જ્ઞાન આપે છે.
આપણે જોઈએ કે આ સર્વગુહ્યતમ જ્ઞાન-સત્ય શું છે? તે જ્ઞાન આ પ્રમાણે છે:

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।।
– શ્રીમદ્ ભગવદગીતા : 28-66 
હે અર્જુન ! તું બધા ધર્મો છોડીને મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરીશ. તું ચિંતા ન કર.” ઉપનિષદો રહસ્યવિદ્યાના ગ્રંથો છે. “શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપનિષદોનો સારરૂપ ગ્રંથ છે, તેથી તે પણ અધ્યાત્મવિદ્યાનાં રહસ્યોથી ભરપૂર ગ્રંથ છે. સમગ્ર ગ્રંથ જ રહસ્યોની ખાણ છે, પરંતુ તેમાં પણ આ 5 સ્થાને ભગવાન અર્જુનને ગુહ્ય અને ગુહ્યતમ જ્ઞાન આપે છે. આ પાંચમાં પણ એક સ્થાને (18-66) ભગવાન ‘સર્વાહ્યતમ’ જ્ઞાન આપે છે. “શ્રીમદ્ ભગવદગીતા’’ નું આ સર્વોચ્ચ રહસ્યપૂર્ણ આધ્યાત્મિક જ્ઞાન આધ્યાત્મિક સત્ય છે. અને તે સત્ય છે – “ભગવાનને સમર્પણ.”

Most Popular

To Top