Madhya Gujarat

સિંગવડની તારમી મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં

સિંગવડ: સિંગવડ તાલુકાની તારમી મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનો જાણે કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકાર દ્વારા ઘણી પ્રાથમિક શાળાના ઓરડાઓ બહુમાળી બનાવીને નવા સારા ઓરડા બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ સિંગવડ તાલુકા તારમી ની પ્રાથમિક શાળા ના ઓરડાઓ ૨૫ થી ૩૦ વર્ષ જુના ઓરડાઓ છે.

 જો ચોમાસામાં વધારે વરસાદ પડે તો પડી જાય તેમ થઈ રહ્યું છે અને ધાબાવાળા ઓરડાઓ ના સળિયા પણ દેખાવા લાગી ગયા છે આતો કોરોનાવાયરસ ના લીધે બે વર્ષથી સ્કૂલો બંધ હાલતમાં છે માટે વાંધો નહીં પરંતુ ગુજરાત સરકાર દ્વારા હવે ટૂંક સમયમાં નિશાળો ચાલુ કરવાની શક્યતા જણાતી હોય તેના લીધે તારમી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ચાલુ થાય તો આવા સમયમાં શાળા ના બાળકો માટે આ ઓરડાવો જોખમરૂપ સાબિત થાય તેમ છે.

જ્યારે તારમી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમ લાગતા વળગતા જવાબદાર તંત્ર આ નિશાળ ના ઓરડાઓ પડવાની રાહ જોઈ રહ્યા તેમ લાગી રહ્યું છે જ્યારે તારમી ગ્રામજનો કેવું છે કે આજથી ૨૫થી ૩૦ વર્ષથી આ પ્રાથમિક શાળા આજ હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યારે પ્રાથમિક શાળાના મકાનનો જર્જરિત હાલતમાં જોવા મળેલ છે ક્યારે મોટી દુર્ઘટના ઘટે તેને ખબર પડે તેમ નથી જો આ દુર્ઘટના ઘટે નહિ તેના પહેલા આ પ્રાથમિક શાળાના મકાનનો દુરસ્ત કરીને નવા મકાન બનાવવામાં આવે તેવી તારમી ગ્રામજનોની માંગ છે જ્યારે આ તારમી પ્રાથમિક શાળા માટે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ રમસુ ભાઈ હઠીલા તથા નિલેશભાઈ નિસરતા દ્વારા ખૂબ રજૂઆત કરવામાં આવી.

Most Popular

To Top