હાઈવેના રસ્તા આટલા ખરાબ છે – Gujaratmitra Daily Newspaper

Charchapatra

હાઈવેના રસ્તા આટલા ખરાબ છે

ગુજરાત હાઈવેના રસ્તા માટે આપણે ગર્વ લેતા હતા પણ આજે રસ્તા બિસ્માર હાલાતમાં નજરે પડી રહ્યા છે. યુધ્ધના ધોરણે એ માટે કામ કરવું જોઈએ. લોકો હાઈવે પર મુસાફરી કરવા પર અચકાય છે. ખરાબ રસ્તાને કારણે નાના મોટા એક્સીડન્ટ થઈ રહ્યા છે. ગાડીના ટાયર ફાયી જાય છે. પંચર પડે તો અને કીલોમીટર સુધી કોઈ વ્યવસ્થા નથી મળતી. ફેમિલી સાથે મુસાફરી કરતા લોકોની હાલાકી વધી ગઈ છે. મોટા મોટા ખાડાને કારણે ટ્રાફીક પણ જામ થઈ જાય છે. અંકલેશ્વર અને કીમ પાસે કેટલા વખતથી આ ટ્રાફિક સમસ્યા છે. તેનો કોઈ ઉકેલ નથી. નેશનલ ઓથીરીટીને આના પર કામ કરવું જોઈએ. સ્ટેટ ઓથોરીટીએ પણ આના પર કડક અમલ કરીને રસ્તાનું નિરાકરણ લાવવું જોઈએ ટોલટેક્સ ભરીને લોકો થાકી જાય છે. આવું જ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર ગુજરાતની હદ પુરી થાય પછીના રસ્તા એકદમ ખરાબ હાલતમાં છે. રાત્રે મુસાફરી કરવી મુશ્કેલ પડી રહી છે. આનું તંત્ર એ ખાસ ધ્યાન રાખી ન આગમ ચેતીની કાર્યવાહી કરવી જોઈએ. નવાપુર જતાં માર્ગ પરના રસ્તા વર્ષો વરસથી ખરાબ હાલતમાં જોવા મળે છે.
સુરત – તૃષાર શાહ -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શું આ ખાડાઓનો ઉપાય જ નથી
આજે સુરતમાં રોડની હાલત બહુ જ ખરાબ છે. ખબરનય કેમ જે પણ રોડ પર ખાડા પડે છે ત્યાં જીણી જીમી પતરી જેવું મટીરીયલ બહાર નીકળે છે. વરસાદે આ વખતે માઝા મુખી છે પણ આ રસ્તા આટલા બધા ખરાબ? જ્યાં પણ ચાર રસ્તા સર્કલ હોય ત્યાંના રસ્તા સી.સી. રોડ બનાવી ન શકાય? સર્કલની આજુ બાજુના રસ્તા જ વધારે ખાડાવાળા થઈ જાય છે. આ ચાર રસ્તા પર વધારે ખાડા ને લીધે એક્સીડન્ટ થાય છે. બીજુ ખાસ ઢોર રસ્તા પર ફરતા અને રખડતા અને બેસી રહે છે એનું પણ એક નિરાકરણ લાવવું રહ્યું.
સુરત – સ્વાતિ શાહ -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top