Charchapatra

જોખમ સુરક્ષાનું

ભારતની સરહદો પર ચીન અને પાકિસ્તાન દ્વારા સુરક્ષા જોખમી બની છે. હવે તો ભૂમિ ઉપરાંત આકાશી ક્ષેત્ર અને દરિયાઈ સીમાઓ પર પણ લશ્કરની ત્રણે પાંખો એ સજાગ રહી ફરજ બજાવવાની છે. ચીનની અવળ ચંડાઈ વધતી જ જાય છે. અરૂણાચલ પ્રદેશ પર ચીને દાવો કર્યો છે, ત્યાંના અગિયાર સ્થળોનાં નામ બદલી નાંખ્યા છે. બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ પર તેની નાપાક હરકતો થઈ છે. સરહદ પર કબજો જમાવેલા વિસ્તારોમાં પોતાની રીતનાં ગામો વસાવી દીધાં છે. તે મુજબના નકશા તૈયાર કરે છે.

ચીન મેકમોહન લાઈનનો સ્વીકાર કરતું નથી. ડોકલામ, ગલવાનમાં અશાંતિ અને સંઘર્ષ પેદા કરે છે. લશ્કરી કાર્યવાહી કરી ચીને તિબેટ કબજે કરી લીધા બાદ તિબેટની નિર્વાસિત સરકાર દલાઈલામાના વડપણ હેઠળ ભારતના ધર્મશાળા સ્થળે ચાલે છે. ચીને અરૂણાચલ પ્રદેશમાં નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. ચીને ભારત સાથેની સરહદ પર ચીને વિકસાવી છે, જે તેના સૈન્યને શસ્ત્રો અને બીજો પુરવઠો સરળતાથી, ઝડપથી પહોંચાડી શકે છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સના હેવાલ મુજબ સમુદ્રમાં ભારતને ચીન અને પાકિસ્તાનથી મોટો ખતરો છે. ચીન અને પાકિસ્તાનની નેવી સામે ભારતની તૈયારી અધુરી છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ યુદ્ધજહાજ સુખોઈ ત્રીસ ફાઈટર જેટમાં ઉડાન ભરી છે. પાકિસ્તાન, ભુતાન બાદ શ્રીલંકાને કાબૂમાં કરી ભારતને ત્રણે તરફથી ઘેરવાની તૈયારી ચીને કરી છે. અડધું ભારત ચીનના રડારમાં છે, શ્રીલંકામાં બેઝ બનાવવાનું કાવતરું ખંધા ચીન તરફથી જોવાય છે. ચીનના આ રડાર બેઝથી દક્ષિણ ભારતનાં પરમાણું કેન્દ્રો પર જોખમ જોવાય છે, ચીન સેના ખડકી રહ્યું છે. ચીની સૈન્યના એ અડ્ડા પરથી ભારત પર સતત નજર ચીન રાખશે. કોકો ટાપુ ભારતના આંદામાનથી માત્ર સાંઠ કિલોમીટર દૂર આવેલો છે. ભારતે હવે સતત ચાંપતી નજર રાખવાની જરૂરત છે. જરા સરખીયે ગફલત નહીં પોષાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ગાંધી-મોદી બન્ને ભારતીય સદ્આત્મા
ડીજીટલ પ્લેટફોર્મ ઉપર રેન્કીંગ સીસ્ટમ વિશ્વરૂપ દર્શનનો ભ્રમનું સાધન બનતા ધર્મ,અર્થ,કામ, કે પછી મોક્ષ બધા માટે જ એ માત્ર સ્ટ્રેસનુ જ કારણ બન્ને છે.મૂળ અને ટોચ બન્નેને સામે રાખીએ તો ગોડસેની ગોળીને હથિયાર બનાવીને કોંગ્રેસે તેમને મહાત્મા બનાવી દીધા અને એ વાતનો ખ્યાલ ગાંધીને પહેલેથી જ હતો એટલે જ તો તેઓ કોંગ્રેસના વિસર્જન માટે આગ્રહી હતા. પણ તેમને હિંસા,કામ અને બ્રહ્મચર્યના ચિંતક સત્યાગ્રહી તરીકે રજુ કરાયા તો મોદી માટે પણ એમ જ થાયને?
ધરમપુર – ધીરૂમેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top