હોસ્પિટલ કે ડોકટરને ત્યાં જઇએ એટલે જેટલી તકલીફ એટલી દવાઓનું પ્રિસ્ક્રીપ્શન આપી દે છે. ત્યારબાદ ટેસ્ટીંગ કરાવવા માટે કહે છે. ટેસ્ટીંગ કરાવીને રીપોર્ટ આવે એટલે તે પ્રમાણે બીજી દવાનું પ્રિસ્ક્રીપ્શન. થોડા દિવસ પછી પણ જો તકલીફમાં ફરક નહિ આવે તો બીજા પ્રકારની દવાઓ લખી આપે છે. તો પછી પહેલી જે દવા/મેડીસીન હોય તે બધી જ નકામી જાય છે. કેમકે મેડીકલ સ્ટોરવાળા 10થી ઓછી દવાઓ આપતા નથી. માંડ બે કે ત્રણ ગોળી લો છો અને બાકીની દવાઓ વેડફાય જાય છે. પહેલાના ડોકટરો ફકત નાડી જોઇને રોગોનું નિદાન અને ઉપચાર કરતા હતા અને તે સાચુ પણ પડતુ. વગર ટેસ્ટીંગથી સારૂ થઇ પણ જતું. હવે ડોકટરો ટેસ્ટીંગ વગર તો આગળ વધતા જ નથી. બ્લડ યુરીન તો જાણે સામાન્ય ટેસ્ટીંગ. વાતે વાતો સોનોગ્રાફી, એક્ષરે ટેસ્ટીંગ અને તે પ્રમાણે દવાઓનું મસમોટું લીસ્ટ આપવામાં આવે છે.
જેમ જેમ દિવસો જાય તેમ દવાનું લીસ્ટ મોટુ અને તે દવાનો બગાડ પણ વધતો જ જાય છે. તેમાં જો મેડીકલેઇમ હોય તો હોસ્પિટલમાં બધા જ પ્રકારના ચેકીંગ/ટેસ્ટીંગ કરવામાં આવે છે. જરૂર હોય કે ન હોય. સિક્કાની બે બાજુની જેમ ટેસ્ટીંગ અને ચેકીંગના ફાયદાઓ પણ અનેક છે પણ જે દવાનો બગાડ થતો હોય છે તેની સામે પણ જોવું જોઇએ. મેડીકલ સ્ટોરમાં પણ 10થી ઓછી દવાઓ આપતા નથી તે અંગે પણ વિચારવું જોિએ. થોડા વખત ઉપર ગુજરાતમિત્રમાં જ આવેલ કે સોનીફળીયા કે ગોપીપુરામાં જ બિનવપરાયેલી દવાઓ ત્યાન જમા કરાવો તો જરૂરીયાતમંદને તે આપવામાં આવે છે. આવી રીતે વધેલી દવાનો ઉપયોગ થવો જ જોઇએ.
સુરત – કલ્પના વૈદ્ય- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.