વડોદરા: આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.માણસ ભૂલી જાય પણ કુદરત કદી પણ ભૂલથી નથી.ત્યારે આજે સવારથી જ મેઘરાજા વરસ્યા હતા. રથયાત્રા નીકળી ત્યારે વરસાદ બંધ થઇ ગયો હતો બપોર બાદ ઉભરાટ થી નાગરિકો પરેશાન થઇ ગયા હતા .સમી સાંજે મેઘરાજા વરસ્યા હતા. થોડી ક્ષણો માટે વરસતા ઠંડક પ્રસરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી. શહેરમાં બે દિવસથી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ થઈ જાય છે. આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા વડોદરા શહેરમાં ખૂબ ધામધૂમ પૂર્વક કોરોનાની ગાઈડલાઈન મુજબ રથ યાત્રા નીકળી હતી.
આજે સવારે વરસાદ વરસતા રસ્તા ભગવાનની યાત્રા માટે સ્વચ્છ થઈ ગયા હતા. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર સુધી ગરમીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે સમી સાંજે 20 મિનિટ પૂરતો વરસાદ વરસ્યો હતો અને શહેરમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ થોડીક જ ક્ષણોમાં વરસાદ બંધ થઇ ગયો હતો. માત્ર ૨૦ મિનિટના વરસાદમાં મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં આવેલ ખોડિયાર નગરથી રામદેવનગર પાસે થોડાક જ વરસાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળે છે. બીજી બાજુ સાંસદ અને કમિશનર વરસાદી કાંસોમા ઉતરીને કોર્પોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
ત્યારે શહેરમાં થોડાક જ વરસાદમાં કેટલી જગ્યા પર વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડોદરા શહેરના મેયર,કમિશનર, ચેરમેન ને વિનંતી કરવામાં આવી હતી કે પ્રિમોન્સુન કામગીરી કરનાર તમામ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ ન કરવા જોઇએ તેવી માંગ કરવામાં આવી છે. અને જે તે જગ્યા ઉપર વરસાદી પાણી ભરાઇ જતા હોય તેવા તમામ વોર્ડ ઓફિસરોને તાત્કાલિક સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.