દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પાલિકાનાં સીઓ એ રાધેગોવિંદ રોડ ઉપર બનેલા કોમ્લેક્સનાં માલિકને કોઇપણ નોટિસ વગર ઓચિંતા સીલ મારી અને ઓચિંતા સીલ ખોલી દેતા નગરમાં ચર્ચા ચાલી છે.પાલિકા સીઓ કર્મચારીઓ દ્વારા સીલ ખોલીને તરતજ કચેરી છોડીને જતા રહ્યા હતા. ટેલિફોન પણ બંધ હતા. પાલિકા વિસ્તારમાં આવેલ રાધે ગોવિંદ રોડ ઉપર બાંધકામ પરમિશન લઈ બનેલા રાધે ગોવિંદ પાર્ક કોમ્પ્લેક્સનાં બિલ્ડરને નોટિસ આપ્યા વગર પાલિકા નાં ચીફ ઓફિસર અને કર્મચારીઓ એ ભેગા મળી ગઈ તા.6/9/2022 નાં રોજ 11 જેટલી દુકાનો અને મકાનો નુ સીલ મારી દીધું હતું.
આ અંગે પાલિકાનાં ચીફ ઓફિસરને રૂબરૂ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમે બિલ્ડર કમલેશ પાઠકને નોટિસ મોકલી છે જયારે બિલ્ડર ને પૂછતાં જાણવા મળ્યું કે આ અંગે કોઇ નોટિસ મને મળી નથી. જે પછી 22 દિવસ વીતી ગયા પછી ગઈકાલ તા.29/9/2022 નાં રોજ પાલિકા નાં કર્મચારીઓ એ બપોર પછી સીલ મારી દીધેલ રાધે ગોવિંદ પાર્ક કોમ્લેક્સને ઓચિંતા સીલ ખોલી દીધી હતી પાલિકા તંત્રનાં જવાબદાર અધિકારી કોઇપણ નોટિસ આપ્યા વગર સીલ મારી દે અને ફરીથી એજ જગ્યા ઉપર કોઈને પણ સીલ ખોલી દેવા અંગેની જાણ કે નોટિસ ની બજવણી કર્યા વગર પોતાના મનસ્વી રીતે સીલ ખોલી દેતા દેવગઢબારીયા નગરમાં મામલો ટૉક ઑફ ધી ટાઉન બન્યો હતો. દેવગઢબારીયા પાલિકા તંત્ર દ્વારા અગાઉ પણ આવો બનાવ બન્યો હતો.