Vadodara

લગ્ન કરાવતી ટોળકીએ નવસારીની યુવતીને 1.65 લાખમાં વેચી નાંખી

વડોદરા: સુરતની યુવતીને વડોદરાના પ્રેમી યુગલે સુરતની મહિલા દ્વારા દ્વારકાના યુવાનને 1.65 લાખ લઇને લગ્ન કરાવીને વેચી નાખી હતી. બે મહિલા સહિત ૮ ઇસમોની ટોળકી વિરુુદ્ધ પીડીતાએ બળાત્કારની ફરિયાદ મકરપુરા પોલીસમાં નોંધાવતા  પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી હતી.

સુરતના વરાછામાં રહેતી ર૧ વર્ષ્ીય યુવતી હિરા ઘસીને આજીવીકા રળતી હતી. પિતાનું મરણ થતા માતાા સાથે રહેતી યુવતી ત્રણ વર્ષ લીવ ઇન રીલેશનશીપમાં યુવક સાથે રહ્યા બાદ તેની મિત્ર દક્ષાબેન રાઠોડ અને તેનો પ્રેમી મનીષ પરમારને (રહે.તરસાલી બાયપાસ વડોદરા) ત્યાં રહેતી હતી. પ્રેમી પંખીડાઓએ યુવતીને આરો છોકરા સાથે લગ્ન કરી લેવા વાતચિત કરતા યુવતી તૈયાર થઇ હતી. દક્ષાબેને પરિચિત મહંમદ ચાચા ઉર્ફે મહેબુબખાન પઠાણ (308, મસ્જીદ ફળીયુ તરસાલી) અને સંગીતા ઉદીતકુમાર કશ્યપનો (રાધે એપાર્ટમેન્ટ હનુમાન ચોક, સાયણ, સુરત) સંપર્ક કરાવ્યો હતો.

માર્ચમાં ટોળકીએ પૂર્વ યુવતીને રાજુભાઇ વિરાભાઇ બેલા (દ્વારકા)નો ફોટો બતાવ્યો હતો. બન્ને એકબીજાને પસંદ પડતા લગ્ન કરાવ્યા હતા.

સાસરીમાં આશરે વીસ દિવસ પતિ તથા સસરાએ યુવતીને ગોંધી રાખી હતી. ૫તિએ તેણીની ઇચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.  સાસરીમાં અત્યાચાર ગુજારાતો હોવાની વાત સંગીતાબેનને કરતા તેઓએ યુવતીનાા આખા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીને તેના પતિ અને સસરા દ્વારા જાણવા મળેલ કે 1.65 લાખ રૂપિયા લઇન ભેજાબાજોનની ટોળકીને યુવતીને વેચી મારી છે.  વરાછા પોલીસે મકરપુરા પોલીસને ૦ નંબરથી ફરીયાદ મોકલી આપી હતી.

Most Popular

To Top