Vadodara

કમાટીબાગના ઝૂમાં સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનું મારણ કર્યું

વડોદરા: શહેર ના કમાટીબાગના બપોરના સમયે રાષ્ટ્રીય પક્ષી મોર જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો મોરનું મારણ કર્યું હતું. પાલિકા દ્વારા ગત ડિસેમ્બર થી જ શિકારી પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં મુકવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર 2020 ના રોજ શિકારી પ્રાણી જેવા કે વાઘ અને દીપડા ના કુદરતી વાતાવરણ મળે કેવી રીતે તેઓને મુકવામાં આવ્યા છે અગાઉ તેઓ હીજડા માં રહેતા હતા ત્યારે શહેર કમાટીબાગમાં શુક્રવારની બપોરે મુલાકાતીઓ એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી બન્યા હતા.

કમાટીબાગમાં નવનિર્મિત ઓપન ઝુમાં આવેલ સિંહના પિંજરામાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી ચઢ્યો હતો. મોર સિંહના પિંજરામાં આવેલા ઝાડ પર આવી ચઢ્યો હતો. પરંતુ કમનસીબે મોર ઝાડ પરથી ઉડવા જતા પિંજરામાં જઇ ચઢ્યો હતો. અને ત્યાંથી બહાર નિકળી શકે તે પહેલા જ સિંહે તેનો શિકાર કરી લીધો હતો. અને તેને મોંઢામાં ફસાવીને ચાલીને અન્યત્રે લઇ આવ્યો હતો.સિંહે કમાટી બાગની મુલાકાતે આવેલા મુલાકાતીઓની હાજરીમાં જ મોરનું  ભક્ષણ કરવાનું શરૂ કરી દીધું હતું. જેને લઇને સ્થળ પરના હાજર લોકો પણ એક તબક્કે અચરજમાં મુકાયા હતા. જો કે, લોકો કંઇક વિચારે અથવા તો તંત્રને જાણ કરે ત્યાં સુધીમાં સિંહે મોરનું ભક્ષણ કરી ગયો હતો. ત્યારે આ રીતે  રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર ભવિષ્ય માં ન થાય તે માટે તંત્રએ જરૂરી પગલા લેવા પડશે.

ઝુ કયુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે વડોદરામાં નહિ પણ ભારત દેશમાં  જ્યાં શિકારી પ્રાણી જેવા કે વાઘ સિંહ અને દીપડા જ્યાં ઓપન ઝુમાં રાખવામાં આવે છે ત્યારે કબૂતર, બગલા કે મોર હોય તો તેમના પીંજરા માં આવે છે ત્યારે તેઓ તેઓનું મારણ કરી નાખે છે ત્યારે આજે પણ એક આવી જ રીતે મોર સિંહના પીંજરામાં આવતા સિંહે ઝપટમાં લઈ તેનું મારણ કરી નાખ્યું હતું.

Most Popular

To Top