ભારતમાં અને અમુક અંશે વિશ્વભરમાં પણ વિશાળ તથા પરોપકારી અને એવી અનેક સમસ્યા માટે માર્ગદર્શક નીવડી શકે તેવી વિચારધારા છે કે જેને સામાન્યતઃ ગાંધી વિચારધારા કહેવાય છે. તે ભારતનાં લોકોનાં દિલદિમાગમાં આદર અને પ્રેમ ભાવનાનો સંચાર કરનારી નીવડી છે. એવું કહી શકાય અને તેનો પ્રભાવ આફ્રિકામાં નેલ્શન મંડેલા દ્વારા તેમજ અમેરિકામાં માર્ટિન લ્યુથર તથા છેવટે બરાક ઓબામા દ્વારા પ્રદર્શિત થઈ કહી શકાય. તેવી વિચારધારાની વિરુદ્ધની કહી શકાય તેવી સંકુચિત દિશા તરફ દોરતી, માનવ માનવ વચ્ચે ભેદભાવ તેમજ ઘૃણા તથા ધિક્કારની ભાવના દર્શાવતી વિચારધારા પણ પ્રસરી રહી છે. વિશ્વમાં વર્તમાન કાળ દરમ્યાન પ્રસરી રહી છે. આ બંને વિચારધારાથી પ્રભાવિત બની એવા કેટલાય મનુષ્યો તેના પ્રભાવ હેઠળ જીવી રહ્યા છે પરંતુ પ્રશ્ન તેના પ્રભાવ કે પ્રયાસનો જ રહ્યો નથી પણ મનુષ્યની અંદર રહેલા માનવીય મૂલ્યોનો છે તે કોઈ વિચારી કે ઉકેલી શકતા નથી તે રહે છે. વર્તમાન યુગનાં મનુષ્યો આ સીધી સરળ અને મક્કમ વાતને અવગણી રહ્યા છે, જે વિનાશકારી નીવડી રહી છે. વિચારધારાને ઓળખવા અને સમજવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
મુંબઈ – શિવદત પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.