Vadodara

રોગચાળો નાથવામાં પાલિકા સદંતર નિષ્ફળ સરકારી હોસ્પિટલના બેડ હાઉસફુલ, દર્દી પરેશાન

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 35 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 22 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1419 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ 806 પર પહોંચ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.જેમાં ઝાડાઉલ્ટીના 53 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 173 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 485 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 485 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 99 સેમ્પલમાંથી 35 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના કિશનવાડી, રામદેવનગર વારસીયા, હરણી, અટલાદરા, માણેજા, છાણી, નવાપુરા, નવાયાર્ડ, નવી ધરતી, ફતેપુરા, કપુરાઈ, સમા, શિયાબાગ, અકોટા, ગોકુલનગર , ગોત્રી -4 , પંચવટી -3, જેતલપુર, તાંદલજા -2 સહિત અન્ય વિસ્તારમાં કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 98 કેસો પૈકી 22 કેસ પોઝિટિવ આવ્યા હતા.બીજી તરફ મચ્છરોના કારણે 485 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 485 લોકોના લોહીના નમૂના લેવાયા હતા.

Most Popular

To Top