Columns

સર્વોચ્ચ રહસ્ય

ધ્યાત્મપથ અનેક રહસ્યોથી ભરપૂર એવો માર્ગ છે. અધ્યાત્મ જગત મૂલ્યવાન રહસ્યોની ખાણ છે. અધ્યાત્મવિદ્યાના મૂલ્યવાન ગ્રંથોમાં ઉપનિષદોની ગણના થાય છે. ઉપનિષદનો અર્થ ‘ઉપ + નિ + સદ્’ એટલે ‘ગુરુ પાસેે જઈને એકાંતમાં બેસીને મેળવવાનું રહસ્યપૂર્ણ જ્ઞાન’ એવો થાય છે. અધ્યાત્મપથનાં રહસ્યોમાં સૌથી મહત્ત્વપૂર્ણ, સૌથી મૂલ્યવાન અને સર્વોચ્ચ કહી શકાય એવું રહસ્ય કયું? આ અધ્યાત્મખાણના કિંમતી હીરાઓમાં કોહિનૂર કોણ છે ? આ પ્રશ્નના જવાબ પરત્વે મતવૈવિધ્યને અવકાશ છે. આપણે અહીં આ પ્રશ્નના જવાબ શ્રીમદ્ ભગવદગીતા’ શો આપે છે તે જોઈએ.

શ્રીમદ્ ભગવદગીતાનું વિશિષ્ટ સ્થાન : સનાતન ધર્મની પરંપરામાં અધ્યાત્મવિદ્યાનું ઘણું ખેડાણ થયું છે. અધ્યાત્મ ભારતની લાક્ષણિકતા છે અને ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ પ્રદાન છે. હજારો વર્ષોથી આપણી અધ્યાત્મપરંપરામાં અધ્યાત્મવિદ્યાના અનેક રહસ્યપૂર્ણ ગ્રંથો લખાયા છે. ઋગ્વેદથી સાવિત્રી સુધીની આ અખંડ અધ્યાત્મપરંપરા છે અને હજુ પણ તેમાં નવોનવો ઉમેરો થતો જ રહે છે.સનાતન ધર્મની અધ્યાત્મપરંપરાનાં અનેક સ્વરૂપો છે. આ બધાં સ્વરૂપોનાં લગભગ બધાં આધ્યાત્મિક રહસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેવો કોઈ સારરૂપ અધ્યાત્મગ્રંથ આપણે ત્યાં લખાયો છે? હા, એવો ગ્રંથ આપણી પાસે છે. તે છે “શ્રીમદ્ ભગવદ ગીતા’. “ગીતા” આપણી અધ્યાત્મપરંપરાનો સારરૂપ ગ્રંથ છે. તેમાં અધ્યાત્મવિદ્યાનાં લગભગ બધાં રહસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતામાં અધ્યાત્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોનો સુંદર અને સુભગ સમન્વય થયો છે. ઉપનિષદો આપણી અધ્યાત્મપરંપરાના ખૂબ મૂલ્યવાન અને રહસ્યપૂર્ણ ગ્રંથો છે. ગીતામાં ઉપનિષદોનું સારતત્ત્વ સમાવિષ્ટ થયેલું છે, તેથી જ કહ્યું છે :
सर्वोपनिषगो गावो दोग्धा
गोपालनन्दनः ।
पार्थो वत्स : सुधीर्भोक्ता
दुग्धं गीतामृतं महत् ।।
“બધાં ઉપનિષદો ગાયો છે. ભગવાન શ્રીકૃષ્ણ દોહનાર

છે.બુદ્ધિમાન ભોક્તા અર્જુન વાછરડો છે અને ગીતારૂપી સર્વોચ્ચ અમૃત (એ જ )દૂધ છે.”
ગુહ્યતમમ્:
હવે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે અધ્યાત્મવિદ્યાના સારરૂપ ગ્રંથ “ગીતા”માં કયા અધ્યાત્મ-રહસ્યને સર્વોચ્ચ મૂલ્યવાન ગણ્યું છે? ભગવાન શ્રીકૃષ્ણે “ગીતા”માં લગભગ બધું કહ્યું છે, પરંતુ આ બધામાં સૌથી મૂલ્યવાન – “સર્વગુહ્યતમ્’ તેઓ કોને ગણે છે ? અગ્રતાક્રમે તેઓ પ્રથમ સ્થાન કોને આપે છે ? – ભગવાન શ્રીકૃષ્ણે પોતે જ આ પ્રશ્નનો જવાબ ગીતામાં જ આપ્યો છે. ગીતામાં ગુહ્ય શબ્દનો ઉપયોગ 5 વાર થયો છે. આ પાંચે સ્થાનના સંદર્ભ શ્લોકોને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તેમાંથી આપણા પ્રશ્નનો જવાબ આપોઆપ નિષ્પન્ન થશે.
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ।।

  • શ્રીમદ્ ભગવદ ગીતા
    “અસૂયાથી મુક્ત એવા તને પરમ ગોપનીય એવું વિજ્ઞાન સહિત જ્ઞાન હું કહીશ, જેને જાણીને તું અશુભથી મુક્ત થઈશ.”
    અહીં ભગવાન 4 બાબતો સૂચિત કરે છે :
    અસૂયાથી મુક્ત હોય તેને જ આ જ્ઞાન આપી શકાય છે. વિજ્ઞાન સહિત જ્ઞાન બતાવવાનો અહીં પ્રસ્તાવ છે. જ્ઞાન એટલે પરમ સત્યનું જ્ઞાન. વિજ્ઞાન એટલે તે જ્ઞાનનું વ્યાવહારિક ભૂમિકા સુધી અવતરણ.
    ૩. આ વિજ્ઞાન સહિત જ્ઞાનથી વ્યક્તિ અશુભ-માત્રથી મુક્ત થાય છે એટલે કે આ જ્ઞાન મુક્તિદાયક છે.
    ૪. આ જ્ઞાન ગુહ્યતમ છે એટલે કે સૌથી વધુ ગોપનીય છે કારણ કે તે સર્વોચ્ચ મૂલ્યવાન રહસ્ય છે.

Most Popular

To Top