Vadodara

વાડી વિસ્તારમાં ગાય પકડવા ગયેલી ઢોર પાર્ટીને ગોપાલકો ઘેરી વળ્યા

વડોદરા: શહેરમાં ઢોર મુક્ત અભિયાન ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ નું પાલન કરવું અશક્ય બની રહ્યું છે. ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની નબળી કામગીરી અને બીજી બાજુ પાર્ટીઓને ભાજપી ગોપાલકો ગાંઠતા નથી વાડી વિસ્તારમાં રોડ પાર્ટી ગાય પકડવા ગયેલી ત્યારે ધોળ પાર્ટીને ગોપાલકો ઘેરી વળ્યા હતા. પરંતુ ઢોર પાર્ટી હિંમત બતાવી ઢોર ને છોડ્યા ન હતા. જોકે ઢોર પાર્ટી અને ગોપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. શહેર ને ઢોર મુક્ત કરવાનુ અભિયાન મેયર કેયુર રોકડીયાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની સૂચના થી શરૂ કર્યું હતું.

હવે પ્રદેશ પ્રમુખના આદેશનું પાલન આ શક્ય બની રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની નબળી કામગીરી ચાલી રહી છે. અને બીજી બાજુ ઢોર પાર્ટીઓને ભાજપી ગોપાલકો ગાંઠતા નથી. ગાયો શિંગડા મારે  તેમ ગોપાલકો પણ ઢોર પાર્ટી સામે વિફર્યા છે. તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. ઢોર પાર્ટીએ બુધવાર ના રોજ  14 ઢોર ડબ્બામાં પુરી હતા અને 23 દિવસ માં કુલ 544 ઢોર ડબ્બામાં પૂર્યા છૅ.

શહેરના વાડી વિસ્તારમાં પાલિકા તંત્રને ઢોર પાર્ટી ની ટીમ ઢોર પકડવા માટે નીકળી હતી ત્યારે ત્રણ છો ને ઢોર ડબ્બામાં પુરી હતા ત્યારે ગોપાલકો એ તેમની ગાડીનો પીછો કરીને ગાડી ની આગળ ગોપાલકો ઉભા થઇ ગયા હતા. જોકે એક આ તબક્કે ગોપાલકો અને પાલિકા તંત્રની ઢોર પાર્ટી વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઢોર પાર્ટી એ હિંમત બતાવીને ડબ્બામાં પૂરે ઢોર છોડ્યા ન હતા. તેને દિવસે ગોપાલકો અને ઢોર પાર્ટી નું ઘર્ષણ વધતું જાય છે. પશુઓ ભલે જાહેર રસ્તા ઉપર આવી જાય પરંતુ ગોપાલ લોકોનું ટોળું તો ગમે ત્યારે ખંડેરાવ માર્કેટમાં રજૂઆત માટે આવી શકે તેવી દહેશત છે. પાલિકા તંત્ર નો એકબાજુ ટાર્ગેટ પૂરો થતો નથી અને બીજી બાજુ સરકારના પ્રદેશ પ્રમુખ પ્રેશર વધતું જાય છે. એમને ઢોર મુક્ત કરવાનું અભિયાન એક વિશેષ અભ્યાસ માગતો વિષય છે તેના પર પાલિકાએ તંત્રએ પ્લાનિંગ સાથે કરવાની જરૂર છે.

Most Popular

To Top