વડોદરાછ વડોદરા શહેરમાં જય જગન્નાથ અને હરે રામા હરે ક્રિષ્નાના ગગનભેદી જયઘોષ સાથે આજે રેલ્વે સ્ટેશનથી ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા નીકળી હતી. વડોદરા શહેરના રાજમાર્ગો પર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો વિવિધ વેશભૂષામાં તૈયાર થઈને રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાના રૂટ પર આવનારા રસ્તાઓને તોરણોથી સજાવવામાં આવ્યાં છે. ઠેર- ઠેર રથયાત્રાનું સ્વાગત કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો, સંસ્થા અને સમાજના અગ્રણીઓએ સ્ટેજ બનાવ્યા હતા. જ્યારે લોકો ઘરની બહાર તથા રોડ રસ્તા પર રંગોળી કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું.
આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી કરી બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જગન્નાથજીનો રથ શહેરના રાજમાર્ગ પર ફરી સાંજે ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે પરત ફરશે.જય રણછોડ માખણચોરના ગગન ભેદી જયઘોષ સાથે નીકળેલી જગન્નાથજીના ૪૧મી રથયાત્રા નીકળી હતી. આ રથ યાત્રા બે વર્ષ બાદ જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલદેવજી સાથે નગરચર્ચાએ નીકળતા માનવ મહેરામણ જોવા માટે છલકાયો હતો. યાત્રાના રૂટ પર ઠેર ઠેર રંગોળીઓ સુશોભિત કરી હતી અને ભુલકાંઓએ ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. ભગવાનના વધામણા કરવા મેઘરાજા પણ આતુર હોય તેમ ચાર વાગે તૂટી પડતા ભક્તજનોને વરસાદમાં તરબોળ કરી દીધા હતા.