Charchapatra

છ વર્ષ થયા પછી જ પહેલા ધોરણમાં દાખલ કરવા વિશે સરકાર થોડું વિચારે

નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે એક એવો પણ નિર્ણય પૂર્ણ કર્યો છે કે ધોરણ પહેલામાં પ્રવેશ માટે 31મે ના રોજ બાળકનાં 6 વર્ષ પૂર્ણ હોવાં જ જોઈએ. આ માટે કારણ આપવામાં આવ્યું છે કે બાળકોની મનોવિજ્ઞાનિક તથા માનસિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને તેમને નાની ઉંમરમાં શાળાએ મોકલવાં ન જોઈએ. ઉપરોક્ત નિર્ણયમાં નજીવી છૂટછાટ મૂકવી અત્યંત જરૂરી છે. કારણો :  1. બાળકો     પહેલા ધોરણમાં દાખલ થાય તે પહેલાં જ શાળામાં નર્સરી, જુનિયર કે.જી. તથા સિનિયર કે.જી. આમ ત્રણ વર્ષ ભણી ચૂકયું હોય છે.

એટલે બાળકો મનોવિજ્ઞાન તથા માનસિક રીતે પહેલામાં પ્રવેશ માટે એકદમ સજ્જ હોય છે. 2. 31મી મે ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યાં હોય તેવાં બાળકોને જ અથવા તો જૂન-જુલાઈમાં જન્મેલાં બાળકોનું શું થાય. જન્મેલાં બાળકો વચ્ચે મનોવિજ્ઞાનિક તથા માનસિક વિકાસમાં કોઈ નોંધપાત્ર તફાવત હોતો નથી. 3. જૂન,જુલાઈમાં જન્મેલાં કે જેનાં 6 વર્ષ પૂર્ણ ન થયાં હોય તેવાં બાળકોને પહેલામાં પ્રવેશમાં લગભગ 1 વર્ષનો વિલંબ થાય એટલે હજારો બાળકોનું એક-એક વર્ષ વેડફાઈ જશે. એટલે કે હજારો વર્ષનો વ્યય. 4. નર્સરી, જુનિયર કે.જી. તથા સિનિયર કે.જી. એમ ત્રણ વર્ષની માતબર ફી ભર્યા પછી ચોથા વર્ષે પહેલીમાં બાળકને પ્રવેશ ન મળે તો હજારો બાળકોએ એક વર્ષની વધારાની ફી પણ ભરવી પડશે.

એટલે કે હજારો બાળકોના વાલીઓ પર આર્થિક ભારણ વધે, જેનો સરવાળો લાખો-કરોડો રૂપિયામાં થશે. 5. આમ પણ શાળાઓમાં નિયમિત અભ્યાસ શરૂ થતાં જુલાઈનો મધ્ય ભાગ તો આવી જ જાય છે. (ગમ્મતમાં તો કહેવાય પણ છે કે આપણી શાળા-કોલેજો ઝંડાથી ઝંડા ચાલે છે એટલે કે 15મી ઓગષ્ટથી 26મી જાન્યુઆરી) માટે જ સરકાર હજારો બાળકો તથા વાલીઓ માટે તેઓને રાહત તથા ખુશી થાય તે માટે ઉપરોક્ત નિર્ણય પર ફેર વિચારણા કરે એ અત્યંત જરૂરી છે.
નવસારી – વિનોદ શુક્લ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કામવાળી રાખો પણ આંધળો વિશ્વાસ નહીં
કાયમ વર્તમાનપત્રમાં આવે છે કે કામવાળી કચરો સાફ કરવાના બદલે કબાટ સાફ કરી ગઈ- ભાઈ તમે કામવાળી રાખ્યા પહેલાં કોઈ ચકાસણી કરી છે? આજે બધા પાસે આધાર કાર્ડ છે. તમે તેની ઝેરોક્ષ કોપી રાખી છે? કદી કોઈની ભલામણ કે ઓળખાણ વગર કામવાળીને રાખો છો શા માટે? યાદ રાખો, આ પરિસ્થિતિ વ્યક્તિને રાખતાં પહેલાં તેના આધાર કાર્ડની ઝેરોક્ષ માંગો, આંધળો વિશ્વાસ તમને આંધળા બનાવીને છૂમંતર થઈ જશે- આ ચર્ચાપત્ર વાંચી સુધરી જાવ- પછી તમે જાણો?
સુરત     – ધનાશાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top