Vadodara

સરકાર બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખાનગીકરણ કરીને લોકોને હેરાન-પરેશાન કરી રહી છે

વડોદરા: શહેર કોંગ્રેસ સમિતિ એ અકોટા વિધાનસભા માં જન જાગરણ અભિયાન ની શરૂઆત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી જન જાગરણ અભિયાન – જન આંદોલન શરૂ કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. ગુરુવારના રોજ માંજલપુર વિધાનસભા માં જન જાગરણ અભિયાન ની શરૂઆત કરી હતી. તરસાલી શાકમાર્કેટ થી સુસેન સર્કલ સુધી રેલી સ્વરૂપે પદયાત્રા રોજી સરકાર સામે મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂબ જ મોંઘી કરી આમ આદમીને કમર તોડી નાખવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે.

સરકાર દ્વારા ગેસના બોટલ માં ,પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે ને વધારે મોંઘો કરવા આવી રહ્યું છે આ સરકાર બેરોજગારી ભ્રષ્ટાચાર ખાનગીકરણ કરીને લોકોને હેરાન કરી રહી છે. આ કાર્યક્રમ માં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈને પત્રિકા વિતરણ કરી જનજાગરણ અભિયાન વિશે માહિતગાર કર્યા હતા. .પદયાત્રા માધ્યમથી મોંઘવારી વિરુદ્ધ ની પત્રિકા વિતરણ કરી જનતાને મોંઘવારી વિરોધી આંદોલનના મંડાણ કરવા આહવાન કર્યું હતું. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષને ટેકો આપી મોંઘવારી સામે ની લડત માં ભાગીદાર બનવા માટે જણાવ્યું હતું. આ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Most Popular

To Top