SURAT

પુણા સીમાડા ચોકડી પાસે પોલીસે દંડો આડો કરતા ઈનોવા દિવાલ સાથે ભટકાઈ, અંદરથી મળી આ વસ્તુ

સુરત : સુરતના પુણા સીમાડા ચોકડી પાસે દારૂ ભરેલી ઈનોવા કારને રોકવા જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈનોવાનો કાચ તૂટી ગયો હતો. પોલીસે દારૂ કબ્જે કર્યો છે.

દારૂ ભરેલી ઇનોવા લઇને ભાગવા જઇ રહેલી ગાડીને પોલીસે રોકવા માટે દંડો ઉગામ્યો હતો. ઇનોવા ગાડીનો કાચ તૂટી જતા તે દિવાલ સાથે ભટકાઇ હતી. દરમિયાન પોલીસે તેમાં રહેલો એક લાખનો દારૂ કબ્જે કર્યો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન પૂણા સીમાડા નગર ચોકડી પાસે પોલીસને બાતમી મળતા તેઓ દ્વારા ઇનોવા ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દરમિયાન ઇનોવા ગાડીમાંથી પોલીસને બીયરની 25 નંગ પેટી, નાની મોટી બાટલી મળીને 960 નંગ તથા વ્હીસકીની બોટલો સાથે અંદાજે 1.18 લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી મુકેશ ઉર્ફે શીવજીબાઇ બાગુલ તથા પ્રતિક પ્રવિણ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. જયારે યાકુબ નામનો આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત ઇશ્વર વાંસફોડિયા નામના આરોપીને પણ પોલીસ દ્વારા વોન્ટેડ બતાવાયો છે. પોલીસ દ્વારા પાંચ લાખની મત્તાની ઇનોવા ગાડી પણ સીઝ કરકવામાં આવી હતી. કુલ્લે સવા છ લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી.

ઘાસમાં સંતાડેલો દારૂ ક્રાઈમ બ્રાંચે પકડ્યો
સુરત : ઘાસમાં સંતાડીને લઇ જવાતો અંદાજે 6.15 લાખનો દારૂ પોલીસ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ મામલે ગોડાદરા , સીએનજી પંપ પાસે આવેલા રણજીત ફાર્મ પાસે આઇસર ટેમ્પામાં ઘાસના પૂડાની અંદર દારૂ સંતાડીને લઇ જવાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસને બાતમી પ્રમાણે ચેક કરતા આઇસર ટેમ્પામાં રૂ 6.52 લાખની મત્તાનો દારૂ મળી આવ્યો હતો.

તેમાં પોલીસ દ્વારા 6528 નંગ બીયર તથા પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો સિઝ કરવામાં આવી હતી. આઇસર ટેમ્પા સાથે પોલીસ દ્વારા 13.52 લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા (1) સંજય પાટીલ, રહેવાસી જલગામ , પારોલ (2) ભરત લક્ષમણ ભરવાડ રહેવાસી ગોડાદરા કલ્યાણનગર સોસાયટીને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો આ ઉપરાંત સંજય નામના ઇસમને વોન્ટેડ બતાવવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top