Gujarat

રાજ્યના તમામ જિલ્લાનો જીડીપી સમાન કરાશે

ગાંધીનગર: રાજયના તમામ જિલ્લાઓમાં GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર વધારવા રાજય સરકારે કવાયત હાથ ધરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં સિનિયર અધિકારીઓને જિલ્લાઓનો GDP દર વધારવા લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી.

કેબિનેટ પ્રવકત્તા અને સિનિયર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ‘૫ ટ્રિલિયન ઈકોનોમી’ બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, તેને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવશે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લાઓના GDP દરમાં વૃદ્ધિ કરીને સમગ્ર રાજ્યનો આર્થિક વિકાસ દર વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ આર્થિક રીતે ખૂબ પ્રગતિશીલ છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હજુ પણ વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરી સહિતના તમામ ઉચ્ચ સનદી અધિકારીઓને સૂચના આપી છે કે, દરેક જિલ્લાની આગવી વિશેષતા અને ત્યાં રહેલી વિકાસની સંભાવનાઓને ઓળખીને તે મુજબનો એક્શન પ્લાન તૈયાર કરીને જે જિલ્લાઓનો GDP દર ઓછો છે, ત્યાં આર્થિક ગતિવિધિઓ વધારીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.

Most Popular

To Top